Advertisement
Author: નોબત સમાચાર

અદાલતે સજા ફટકાર્યા પછી જારી થયેલા સજા વોરંટમાં પાંચ શખસને પકડી લેવાયા

સિટી 'સી' ડિવિઝન પોલીસે દબોચી લીધાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગરના જુદા જુદા પાંચ શખ્સ સામે કોર્ટમાં નોંધાયેલા કેસમાં સજા ફરમાવાઈ હતી. આ શખ્સો સામે સજાનું વોરંટ ઈસ્યુ થયું હતું તેની ચાલી રહેલી શોધખોળમાં પાંચેય શખ્સને પકડી લેવાયા છે.

જામનગરના અંધાશ્રમ નજીક આવેલી આવાસ કોલોનીમાં વસવાટ કરતા યુગલ જીતેન્દ્રભાઈ હિંગોરીયા નામના શખ્સને વર્ષ ૨૦૨૪માં નોંધાયેલા એક કેસમાં સજા કરાઈ હતી. આ શખ્સ ઉપરાંત ઈન્દિરા કોલોનીમાં રહેતા વિપુલ મુળજીભાઈ વાઘેલાને વર્ષ ૨૦૨૩ના કેસમાં સજા ફટકારાઈ હતી અને આ બંને શખ્સ સામે સજાના વોરંટ ઈસ્યુ થયા હતા.

ચાલી રહેલી શોધખોળમાં આ બંને શખ્સને સિટી સી ડિવિઝને પકડી પાડયા છે. તે ઉપરાંત મયુરનગરમાં રહેતા કેશુભાઈ દેવાભાઈ ઓડેદરાને પણ વર્ષ ૨૦૧૮માં નોંધાયેલા બે ગુન્હામાં સજા થયા પછી સજા વોરંટ ઈસ્યુ થયું હતું તેને પણ પકડી લેવામાં આવ્યો છે.

દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪પમાં વિમલનાથ એપાર્ટમેન્ટમાં રહેતા રાજુ ગોપાલનાથ કબીરા તથા પ્રજાપતિ સોસાયટીમાં રહેતા કાંતિભાઈ રામજીભાઈ સીંગરખીયા સામે પણ સજાના વોરંટ ઈસ્યુ થયા હતા. આ બંને શખ્સને પણ સિટી સી પોલીસે પકડી લીધા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh