Advertisement
Author: નોબત સમાચાર

એર ઈન્ડિયા અને ઈન્ડિગો દ્વારા ડોમેસ્ટિક ફ્લાઈટોમાં મૂકાશે કાપઃ ટિકિટ થઈ શકેે મોંઘી

એવિએશન ટર્બાઈન ફ્યુઅલના ભાવો વધતા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા.       ર૮:  દેશની બે મોટી એરલાઈન્સે અમદાવાદ સહિતની ડોમેસ્ટિક ફ્લાઈટો ઘટાડવાની જાહેરાત કરતા હવાઈ મુસાફરોને ઝટકો લાગ્યો છે.

દેશની બે સૌથી મોટી એરલાઈન્સ એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ સ્થાનિક ઊડ્ડયનોમાં મોટો કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે.

રિપોર્ટસ અનુસાર ૧ જૂન ર૦ર૬ થી આગામી ૯૦ દિવસ સુધી બન્ને કંપનીઓ ઘણાં સ્થાનિક રૂટ્સ પર ફ્લાઈટ્સની સંખ્યામાં ઘટાડો કરશે. એરલાઈન્સ કંપનીઓ દ્વારા લેવાયેલા આ આકરા નિર્ણય પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે. એક તો એટીએફના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અને ખાસ કરીને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે એવિએશન ટર્બાઈન ફ્યુઅલના ભાવ આસમાને પહોંચ્યા છે. ઘણાં શહેરોમાં તેની કિંમત પ્રતિકિલોલીટર ૮૦,૦૦૦ થી વધીને ૧ લાખ રૂપિયાને પાર થઈ ગઈ છે. ઉનાળાની રજાઓ પૂર્ણ થતાં દર વર્ષે હવાઈ મુસાફરોની સંખ્યામાં કુદરતી ઘટાડો જોવા મળે છે.

જો કે, એરલાઈન્સ સ્પષ્ટ કર્યું છે કે, કોઈપણ રૂટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે નહીં. માત્ર ફ્લાઈટ્સની ફ્રિકવન્સી ઓછી કરવામાં આવશે. મુસાફરોને છેલ્લી ઘડીએ હાલાકી ન ભોગવવી પડે તે માટે આવી ફ્લાઈટ્સને બુકિંગ વેબસાઈટ્સ પરથી પહેલેથી જ હટાવી દેવામાં આવી છે. મુંબઈ અને દિલ્હી જેવા દેશના મુખ્ય એરપોર્ટ હબ પરથી ઊડતી ઘણી ફ્લાઈટ્સને આ નિર્ણયની અસર થશે, જેમાં મુંબઈથી અમદાવાદ, નાગપુર, પટના અને ભોપાલ જતી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ શકે છે.

આ ઉપરાંત દિલ્હીથી હૈદરાબદ, બેંગલુરૂ અને કોલકાતાના રૂટ્સ પર ફ્લાઈટ્સની સંખ્યા ઘટશે. આ ઉપરાંત દક્ષિણ ભારતના પણ કેટલાક કનેક્ટિંગ રૂટ્સ પર આની સીધી અસર જોવા મળી શકે છે. એવિએશન સેક્ટરના નિષ્ણાતોનું માનવું છે કે, જો આગામી સમયમાં વિમાન ઈંધણના ભાવ નીચે નહીં આવે, તો એરલાઈન્સ કંપનીઓ પોતાનો આર્થિક બોજ હળવો કરવા માટે ટિકિટના ભાવમાં વધારો કરી શકે છે. હાલના તબક્કે કંપનીઓ ઓછી ડિમાન્ડવાળા રૂટ્સ પર ઓપરેશન મર્યાદિત કરીને પોતાનો ખર્ચ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh