Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અત્યારે મારો ટાર્ગેટ માત્ર આઈપીએલ ટ્રોફી જીતવાનો છેઃ સૂર્યવંશીની લલકાર
નવી દિલ્હી તા. ર૮: ઈન્ડિયન પ્રીમિયર લીગ ર૦ર૬ ની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે સનરાઝર્સ હૈદરાબાદને એકતરફી મુકાબલામાં હરાવીને ક્વોલિફાયર-ર માં જગ્યા બનાવી લીધી છે. મુલ્લાપુરના મેદાન પર રમાયેલી આ મેચમાં રાજસ્થાને મેળવેલી ભવ્ય જીત પછી હવે આગામી મેચ માટે ગુજરાત ટાઈટન્સ માટે પણ જોખમની ઘંટી વાગી ગઈ છે. રાજસ્થાન રોયલ્સ આવતીકાલે શુક્રવારે આજ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઈટન્સ સામે ટકરાશે. આ મેચ જીતનારી ટીમ ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે ટાઈટલ માટે જંગ ખેલશે.
રાજસ્થાનની આ વિસ્ફોટક જીતનો સૌથી મોટો હીરો ૧પ વર્ષનો યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી રહ્યો. વૈભવે હૈદ્રાબાદના બોલરોની લાઈન-લેન્થ બગાડતા માત્ર ર૯ બોલમાં ૯૭ રનની તોફાની ઈનિંગ રમીને મેચનું પાસું સંપૂર્ણપણે પલટી નાખ્યું હતું. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
આઈપીએલ ઈતિહાસની સૌથી ફાસ્ટેસ્ટ સેન્ચુરી (સૌથી ઝડપી સદી) ચૂકવા અંગે જ્યારે વૈભવને પૂછવામાં આવ્યું ત્યારે તેણે પરિપકવતા બતાવતા કહ્યું કે હું જ્યારે આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો ત્યારે મને ખબર પડી કે હું કોઈ રેકોર્ડની નજીક હતો. મારો ફોકસ કોઈ વ્યક્તિગત રેકોર્ડ પર નથી, પરંતુ ટીમ માટે વધુમાં વધુ યોગદાન આપવા પર હતો. સદી તો ભવિષ્યમાં પણ બનશે, પરંતુ અત્યારે અમારો એકમાત્ર ટાર્ગેટ આઈપીએલ ટ્રોફી જીતવાનો છે. વૈભવે ઉમેર્યં કે, તે વિરોધી ટીમની રણનીતિ પર વધારે ધ્યાન નથી આપતો. તે મેચ પહેલા માત્ર બોલર્સ, વિકેટનું વલણ અને બાઉન્ડ્રીની સાઈઝ સમજી લે છે. જો બેટ્સમેન પોઝિટિવ માઈન્ડસેટ સાથે રમે, તો પ્રેશર આપોઆપ બોલરો પર આવી જાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial