Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં ગામ તળની જગ્યામાં કરાયેલ અનઅધિકૃત દબાણ દૂર કરો

જગ્યામાં વંડો વાળી લેવાયો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગર જિલ્લાના લાલપુર ગામ તળની જગ્યામાં ગેરકાયદે કરાયેલ રસ્તાનું અનઅધિકૃત બાંધકામ દૂર કરવા ગામના સરપંચ સમક્ષ રજૂઆત-માંગણી કરવામાં આવી છે.

લાલપુર ચાર થાંભલા વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રભાઈ રામજીભાઈ દયાગરે આ રજૂઆતમાં જણાવ્યું કે લાલપુર ચાર થાંભલા વિસ્તારમાં જુના ગામતળની છાપાલેખવાળી જગ્યા પોતાના માતાના નામે ખરીદ કરી હતી દસ્તાવેજમાં દર્શાવેલ પ્લોટની જગ્યામાં હદ દિશા મુજબ ૨૩ ફુટ ચાલવા માટેનો રસ્તો દર્શાવાયો છે. પરંતુ હકીકતે માત્ર ૧૦ ફૂટ રસ્તો પણ ચાલવા માટે નથી. આ જાહેર રસ્તાની જગ્યા સોમાભાઈ વિરાભાઈ પંગર એ અનઅધિકૃત કબ્જે કરેલ છે અને રસ્તાની જગ્યા પચાવી પાડવાની પેરવી કરી છે. આ માટે ગ્રામ પંચાયતની મંજૂરી મેળવ્યા વગર વંડો વાળી લીધો છે.

જયારે શોમાભાઈને મૌખિક રજૂઆત કરી હતી કે આ જાહેર રસ્તો છે, તમો અહિ દબાણ કરી શકો નહીં તો તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને જગ્યા ખાલી નહી થાય હો તમારે જયાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી શકો છે. તેમ જણાવી દીધુ હતું. આથી આ રસ્તાનું દબાણ દૂર કરવું જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh