Advertisement
Author: નોબત સમાચાર

જોડીયાના કુન્નડ પાસે ચેકીંગ માટે ગયેલી ખાણખનીજ ટીમ પર ટ્રકચાલકનો હુમલોઃ ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધાયો

રૂ।.દોઢેક કરોડના આઠ વાહન સીઝ કરાયાઃ આગામી દિવસોમાં કડક પગલાં ભરાશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જોડીયા પંથકમાં ગેરકાયદેસર ખનીજ વહન થતું અટકાવવા ગઈકાલે જામનગરની ખાણખનીજ વિભાગની કચેરીના સ્ટાફે કરેલા ચેકીંગમાં સ્ટાફ પર એક ટ્રકચાલકે હુમલો કરી ફરજમાં રૂકાવટ કરી હતી. આ શખ્સનો ટ્રક તેમજ અન્ય સાત ટ્રક સીઝ કરવામાં આવ્યા છે. ખનીજચોરી કરતા અને ગેરકાયદે ખનીજ વહન કરતા તત્ત્વો સામે કડક હાથે કામગીરી કરવા ખાણખનીજ વિભાગે કટિબદ્ધતા દર્શાવી છે.

જામનગરની ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની ટીમ દ્વારા ગઈકાલે જોડીયા પંથકમાં વર્ષાેથી ચાલતા ગેરકાયદે ખનીજ વહનને અટકાવવા માટે આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યું હતું. તે ચકાસણી માટે ખાણખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સ્પેક્ટર નીખિલ ઉનીમોન પોટાયત તથા અન્ય કર્મચારીઓ ગઈકાલે બપોરે જોડીયાના કુન્નડ ગામ પાસે પહોંચ્યા હતા.

આ ટીમ દ્વારા શિવરોક ક્રશર નામના સ્ટોકધારકના પ્લાન્ટમાં ચકાસણી કરાતી હતી ત્યારે ત્યાં જીજે-૧૦-ટીવાય ૬૧૦૦ નંબરનો ટ્રક રેતી ભરીને ઉભો હતો. તે ટ્રક સીઝ કરવાની કામગીરી કરાતા તે ટ્રકના માલિક જામનગર તાલુકાના ધ્રાગડા ગામના રઝાક ઉર્ફે એજાઝ સુમારભાઈ સફીયા દોડી આવ્યા હતા. તેણે આ ટ્રક સીઝ કરવામાં ન આવે તે માટે બોલાચાલી કર્યા પછી નીખિલભાઈની ફરજમાં રૂકાવટ કરવા ઉપરાંત ટ્રકમાંથી લોખંડનું પાનુ કાઢી મારવા માટે ઉગામ્યું હતું અને ટીમ સાથે રહેલા રમેશભાઈને મારવા માટે પથ્થર ઉગામ્યો હતો.

આ વેળાએ થયેલી ઝપાઝપીમાં નીખિલભાઈને ડાબા હાથના બાવળામાં વાગ્યું હતું. તે દરમિયાન મારી નાખવાની ધમકી આપી એજાઝભાઈએ ગાળો ભાંડી હતી. આ બાબતની ગઈકાલે રાત્રે જોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નીખિલભાઈની ફરિયાદ પરથી ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

જોડીયા પંથકમાં ગેરકાયદેસર રીતે કરાતા ખનીજ વહનને અટકાવવાની આ કાર્યવાહી આગામી દિવસોમાં કડક રીતે કરવામાં આવશે તેમ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગે સ્પષ્ટ કર્યું છે અને ગઈકાલે કુલ આઠ વાહન ઝડપી લઈ અંદાજે રૂ।.દોઢ કરોડનો મુદ્દામાલ કબજે કર્યાે છે. એજાઝનો ટ્રક પણ જોડીયા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh