Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલાર હાઉસ પાસે ઘોડીપાસાનો જુગાર રમતા ત્રણ ઝબ્બેઃ
જામનગર તા. ૪: જામનગરના હાલાર હાઉસ પાસે ગઈકાલે સાંજે ઘોડીપાસાથી જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા છે. સરૂ સેક્શન રોડ પર સરલાબેન ત્રિવેદી આવાસના પાર્કિંગમાં તીનપત્તી રમતા છ મહિલા મળી આવ્યા છે.
જામનગરના હાલાર હાઉસ નજીક આવેલા આરોગ્ય કેન્દ્ર પાસે ગઈકાલે સાંજે ઘોડીપાસાથી જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી જુગાર રમતા મહેબુબ કાસમભાઈ વારીયા, ફિરોઝ ઓસમાણભાઈ સીપાહી, યાકુબ મહંમદભાઈ દરજાદા નામના ત્રણ શખ્સ રૂ।.૩૬૨૦ સાથે ઝડપાઈ ગયા હતા.
જામનગરના સરૂ સેક્શન રોડ પર સરલાબેન ત્રિવેદી આવાસના પાર્કિંગમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે એલસીબીના સ્ટાફે વીંગ એ/૨ના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી તીનપત્તી રમતા ઈલાબા સહદેવસિંહ ચુડાસમા, આશાબેન કેશુભાઈ મોઢવાડીયા, આનંદબા રાજેન્દ્રસિંહ ઝાલા, સતીબેન હરીશભાઈ ચાવડા, હીનાબા બલવીરસિંહ ગોહિલ, આરાધ્યાબા દિલીપસિંહ ઝાલા નામના છ મહિલા મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૨૭૮૦૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial