Advertisement
Author: નોબત સમાચાર

અગાઉના વિવાદાસ્પદ અને "હકાલપટ્ટી" કરાયેલા કોન્ટ્રાક્ટરને જ ફરીથી ડોર-ટુ-ડોર કચરાનો કોન્ટ્રાક્ટ ચાલુ રાખવાનો નિર્ણય

ખંભાળીયા નગરપાલિકાની કફોડી હાલત

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૪: ખંભાળીયા શહેરમાં લોકોના શીરદર્દ સમાન બનેલ ગંદકી તથા ડોર-ટુ-ડોર કચરો ના ઉપડતા લોકો પોતાનો ઘરનો કચરો રસ્તાર પર ઠાલવી દેતા હોય, આ બાબતે એક માસથી લોકો હેરાન થતા હોય, ખંભાળીયાના ધારાસભ્ય તથા પૂર્વ રાજયમંત્રી મૂળુભાઈ બેરાને ગંભીર ફરિયાદો થતા તેમણે પાલિકાના તમામ સદસ્યો તથા ચીફ ઓફિસર, સેનીટેશનના અધિકારીઓ, પાલિકા પ્રમુખ તથા શહેર ભાજપ હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. જેમાં હાલ પૂરતા જુની એજન્સી જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ના થાય તેટલો સમય ચાલુ રાખીને ગંદકીના ગંભીર પ્રશ્નનો નિકાલ લાવવા તાકીદ કરી હતી અને સ્પષ્ટ સૂચના અધિકારીઓ તથા પદાધિકારીઓને આપી હતી.

હાલ ચોમાસાની સિઝન હોય, ગંદકીમાં પાણી પડતા ગંભીર સ્થિતિ થાય તે પહેલા કામગીરી કરવાની પણ તાકીદ કરી હતી.

જો અનુકૂળ હોય તો વૈકલ્પિક વ્યવસ્થા અંગે પણ સાઈડમાં આયોજન કરીને કચરો ડોર-ટુ-ડોર શરૂ કરવા તથા વધારાના વાહનો ભાડે રાખીને ઈમરજન્સીના ધોરણે કચરો ગંદકી સાફ કરવા પણ સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ખંભાળીયા નગરપાલિકા દ્વારા તા. ૩૧-પ-ર૦ર૬ થી કચરાનો ડોર-ટુ-ડોર ખાનગી કોન્ટ્રાક્ટ રદ્દ કર્યો હતો. પરંતુ તે પછી પાલિકાના સાધનો અને માણસો પૂરતા ન હોય, કચરો ઉઠાવાતા ગંદકીના ઢગલા શરૂ થઈ ગયા હતાં. શહેરમાં જયાં જુઓ ત્યાં ગંદકી, ઉકરડાના ઢગલાથી આખું શહેર મોટા ઉકરડા જેવું બની ગયું હતું. આગેવાનો, તબીબો, જાગૃત નાગરિકો દ્વારા આ બાબતે પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, પ્રાંત અધિકારી, કલેક્ટર તથા અન્ય અધિકારીઓ તથા ખૂદ ન.પા. સેનીટેશન ચેરમેન દ્વારા જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરાઈ હતી. જે પછી ધારાસભ્ય દ્વારા દરમિયાનગીરી કરાતા આ પ્રશ્નનું નિરાકરણ લાવવા પ્રયાસો શરૂ થયા છે.

અત્રે ખાસ ઉલ્લેખનિય બાબત એ છે કે, અગાઉના કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી, કામચોરી, ફેરામાં ગોબાચારી જેવા કારણોસર શહેરમાં ગંદકી-કચરાની સમસ્યા ગંભીર બની હતી અને પરિણામે તેનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવા શહેરમાાંથી અનેક રજૂઆતો ફરિયાદો ઉઠવા પામતા નગરપાલિકા તંત્રએ તેનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો, હવે પાછા એ જ હકાલપટ્ટી કરાયેલા અને વિવાદાસ્પદ બનેલા કોન્ટ્રાક્ટરને કામચલાઉ ધોરણે ફરીથી કામ સોંપવાનો નિર્ણય કરવાની ફરજ પડી રહી છે...!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh