Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસકર્મીઓને માર મારી ઈજા પહોંચાડાઈ હતીઃ
જામનગર તા. ૪: દ્વારકાના બરડીયા ગામમાં સાત વર્ષ પહેલાં દારૂ અંગે દરોડો પાડવા ગયેલી પોલીસ ટીમની ફરજમાં રૂકાવટ તથા ઈજા કરવાના કેસમાં ઝડપાયેલા બે આરોપીનો છૂટકારો થયો છે.
દ્વારકા તાલુકાના બરડીયા ગામમાં હીરાભાના મકાનમાં વર્ષ ૨૦૧૯માં પોલીસ દ્વારા ઈંગ્લીશ દારૂ અંગે દરોડાની તજવીજ કરાઈ હતી. આ વેળાએ રેઈડ કરવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો કરી પોલીસ કર્મચારીઓને માર મારવા, ઈજા પહોંચાડવા, ગાળો ભાંડવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા અને ફરજમાં રૂકાવટ કરવા અંગે ગુન્હો નોંધાયો હતો. જે તે વખતે પોલીસે વેરશીભા માણેક તથા ધર્મેન્દ્ર કાચા સામે ઉપરોક્ત ગુન્હો નોંધી બંનેની ધરપકડ કરી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓના વકીલ જયંત માણેકની દલીલો ગ્રાહ્ય રાખી બંને આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial