Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર ભાજપ મહામંત્રી તરીકે ગઈકાલે નિમણૂક થતા તરેહ-તરેહની ચર્ચા

ભાવેશ ઠુમ્મર કહે છે, મેં રાજીનામું આપ્યું નથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગર શહેર ભાજપમાં અંદરોઅંદરના ડખ્ખા સપાટી ઉપર આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ મહામંત્રીની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે ગઈકાલે એક નવા મહામંત્રીની નિમણૂકનો આદેશ પ્રદેશ દ્વારા કરવામાં આવતા ચર્ચા જાગી છે.

જામનગર શહેર ભાજપમાં થોડા સમય પહેલા ત્રણ મહામંત્રીની નિમણૂક કરવામાં આવી હતી, જો કે છેલ્લા કેટલાક દિવસથી પાર્ટીમાં કેટલીક ચર્ચા ચાલતી હતી જેમાં અમુક હોદ્દેદારોની વરણી અંગે ચણભણાટ સાંભળવા મળ્યો હતો.

દરમિયાન ગઈકાલે પ્રદેશ ભાજપ દ્વારા જામનગર શહેર ભાજપના મહામંત્રી તરીકે ભાવેશ હરિભાઈ કાનાણીની નિમણૂક કરવામાં આવી હતી. આ નિમણૂકથી જામનગર શહેર ભાજપમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે, કારણ કે તાજેતરમાં તમામ ત્રણ જગ્યા ઉપર મહામંત્રીઓની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે સવાલ એવો ઊભો થાય છે કે તો પછી આ વધારાની નિમણૂક શા માટે? જો કે એવી બાબત જાણવા મળી હતી કે વર્તમાન મહામંત્રી ભાવેશ ઠુમ્મરનું રાજીનામું આવ્યું છે, પરંતુ આજે ભાવેશ ઠુમ્મર સાથે વાતચીત થતા પોતે રાજીનામું આપ્યું નથી અને  પ્રદેશમાંથી કોઈ સૂચના પણ મળી નથી.

આમ જામનગર શહેર ભાજપમાં સખળડખળ ચાલતી હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh