Advertisement
Author: નોબત સમાચાર

ઓખા મંડળ (દ્વારકા) તાલુકામાં સેન્ટ્રલ બેંક ડિજીટલ કરન્સી યોજનાનો કેમ્પ

આવતીકાલ તા. ૫ જુલાઈના આયોજનઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૪: સરકારી રેશનીંગ દુકાનો પરથી અનાજ મેળવતા અરજદારોને સરળતાથી અને સત્વરે અનાજ મળી રહે તે હેતુથી સરકારશ્રી દ્વારા સેન્ટ્રલ બેંક ડીઝીટલ કરન્સી યોજના અમલમાં મૂકેલ છે. જે માટે આધારકાર્ડ સાથે લીંક હોય તે મોબાઈલ નંબર સાથે પ્લે સ્ટોર/એપ સ્ટોર માંથી  પીએનબી ડિજીટલ રૂપી એપ્લીકેશન ડાઉનલોડ કરવા તથા પ્રોસેસ કરવા માટે મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીનાં કર્મચારીઓ દ્વારા તા.૦૫/૦૭/૨૦૨૬ રવિવારનાં બપોર સુધી આપના ગામમાં આવેલ સસ્તા અનાજની દુકાન પર તથા જયાં સસ્તા અનાજની દુકાન નથી તેવા ગામોમાં ગ્રામ પંચાયતમાં કેમ્પનું આયોજન કરેલ છે.

આથી પોતાના રહેઠાણનાં નજીકનાં રેશનીંગ વિક્રેતા દુકાન પર રેશનકાર્ડ, આધારકાર્ડ સાથે લીંક હોય તે મોબાઈલ નંબર સાથે એન્ડ્રોઈડ/આઈઓએસ મોબાઈલ તથા આધારકાર્ડ સાથે રાખી સત્વરે સીબીડીસી યોજનાનો લાભ મેળવવા બહોળી સંખ્યામાં હાજર રહેવા આથી દરેક નાગરિકોને મામલતદાર ઓખામંડળ(દ્વારકા) દ્વારા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh