Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધરારનગરમાં યુવાન પર પાંચનો પાઈપથી હુમલોઃ
જામનગર તા. ૪: જામનગરના સાધના કોલોની વિસ્તારમાં મિત્રના ઝઘડામાં સમજાવટ કરવા ગયેલા યુવાન પર ચાર શખ્સે છરીથી હુમલો કર્યાે હતો. જ્યારે બેડી નજીક ધરારનગરમાં ગુરૂવારની રાત્રે એક યુવાન પર પાંચ શખ્સ પાઈપથી તૂટી પડ્યા હતા.
જામનગરના રણજીત સાગર રોડ પર હર્ષદ મીલની ચાલી નજીક પ્રણામી ટાઉનશીપ-૩માં રહેતા રાજભા જબ્બરસિંહ રાઠોડ ગઈકાલે સવારે સાધના કોલોનીમાં જલારામ ચોક પાસે આવ્યા હતા. તેમના મિત્ર કૃણાલ મદનલાલ સાથે ચાલતા રામજી બીગુ શાહના ઝઘડામાં સમજાવટ માટે પહોંચ્યા હતા.
આ વેળાએ રામજીને સમજાવટ કરાતા તેણે પોતાના ત્રણ સાગરિત સાથે છરી વડે હુમલો કરી રાજભાને ઢીકાપાટુથી માર માર્યાે હતો. છરી વાગી જવાથી રાજભાને ડાબા હાથના કાંડા, ડાબા પડખા તથા ડાબા ગાલ પર ઈજા થઈ છે.
જામનગરના બેડીમાં ઈદ મસ્જિદ રોડ પર રહેતા ઈમરાન હાજીભાઈ વાંઢાના ફઈના દીકરા રફીકને થોડા દિવસ પહેલાં યાસીન ગંઢાર ઉર્ફે બાબરી સાથે ઝઘડો થયો હતો. તેનો ખાર રાખી ગુરૂવારની રાત્રે યાસીન, મન્સુર, હમીદ ખત્રી, શાહરૂખ ખત્રી, ફિરોઝ ખત્રીએ ગાળો ભાંડી મારી નાખવાના ઈરાદે પાઈપથી ઈમરાન પર જીવલેણ હુમલો કર્યાે હતો. સિટી બી ડિવિઝનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial