Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેલેરિયાના રોગોના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવવા માટે
જામનગર તા. ૨૪: દર વર્ષની જેમ આ વર્ષે ૨૫ મી એપ્રિલના જામનગર મહાનગર પાલિકા દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. જેનો હેતુ મેલેરિયા રોગોના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવી જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાનો છે. જે ધ્યાને લેતા ચાલુ વર્ષે એન.વી.બી.ડી.સી.પી., દિલ્હી દ્વારા આ વર્ષે વિશ્વ મેલેરિયા દિવસની થીમ * મેલેરિયા એન્ડ વિથ અસ રી ઇન્વેસ્ટ, રી ઇમેજીન, રીઇગનાઇટ* આપવામાં આવી છે.
વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવણીના હેતુસર મેલેરિયા રોગનાં અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવી જનસમુદાયની સક્રીય ભાગીદારી મેળવવાનો છે, જે ધ્યાને લેતા ચાલુ વર્ષે વિશ્વ મેલેરિયા દિવસ ઓબ્ઝર્વ કરવામાં આવશે. જેથી મેલેરિયા એલીમીનેશનનાં લક્ષ્યાંકને હાંસલ કરવા માટે અને મેલેરિયા નિયંત્રણ અને અટકાયતનાં પ્રયત્નોમાં વ્યાપક જનજાગૃતિ કેળવવાના ઉદ્દેશ્યથી, વિશ્વ મેલેરિયા દિનના ઉપક્રમે આરોગ્ય શિક્ષણનાં વિવિધ માધ્યમો ગોઠવવામાં આવશે, જેમાં યુ.એચ.સી. પર લઘુ શિબિર અને ગુરુ શિબિર જેવા કાર્યક્રમો યોજવામાં આવશે.
શહેરમાં આવેલા રણમલ તળાવના ગેટ નં.૧ પ્રદર્શનનું આયોજન તા.૨૫-૦૪-૨૫ના રોજ સાંજે ૬ વાગ્યા થી ૯ વાગ્યા સુધી કરવામાં આવશે. શહેરના તમામ આરોગ્ય કેન્દ્ર દ્વારા વિવિધ કાર્યક્રમ જેવા કે પ્રદર્શન, લાગુ શિબિર, ગુરુ શિબિર, શાળામાં શિબિર, જાહેર વિસ્તારોમાં ગૃપમિટિંગ જેવા કાર્યક્રમ, દીવાલો પર મેલેરિયા રોગ નિર્મુલન અંગેના ભીતચિત્રો દ્વારા લોકોમાં રોગ અટકાયત અંગે સક્રિય ભાગીદારી કેળવાય અને મેલેરિયા મુક્ત ગુજરાતનાં લક્ષ્યાંકને હાંસલ કરી શકાય.
મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયાનાં કેસો મચ્છર કરડવાથી થાય છે. આ મચ્છર આપણા ઘરોમાં સંગ્રહિત કરેલ ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઉત્પન્ન થાય છે. પાણીમાં જોવા મળતા પોરા (લાર્વા)એ મચ્છર બચ્ચા છે. આમ, ૨૫ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ ઉપક્રમે જામનગર શહેરની જનતાને જાહેર અનુરોધ કરવામાં આવે છે કે જો પાણીના પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળે તો ત્વરિત તેનો નાશ કરવો. મચ્છરોની ઉત્પત્તિની અટકાયત અંગે શહેરીજનો દ્વારા નીચે દર્શાવ્યા મુજબની થોડીક તકેદારી રાખવામાં આવે તો મચ્છરજન્ય રોગોથી બચી શકાય છે.
પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા.પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, કુલર ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરો. પાણીના નાના ખાડા-ખાબોચિયાનાં પાણી વહેવડાવી દો કે માટીથી પૂરી દો. મોટા પાણીના ભરાવામાં બળેલું ઓઈલ કે કેરોસીન નાંખવું. અગાસી, છજ્જા, પાર્કિંગની જગ્યા, સેલરમાં ભરાઈ રહેલ પાણીનો તાત્કાલિક નિકાલ કરવો. ચોમાસામાં નકામાં ટાયરો, ખાલી વાસણો કે ધાબા પરના ડબ્બા તથા અન્ય ભંગારમાં વરસાદી પાણી ભરવાના દો. મેલેરિયા ફેલાવતા મચ્છરો રાત્રે, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા ફેલાવતા મચ્છરો દિવસે કરડતા હોવાથી મચ્છરના કરડવાથી બચો.
મચ્છરોના કરડવાથી બચવા માટે દિવસે અને રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાયના કપડાં પહેરો અને મચ્છર ભગાડવાની કોઈલ, ક્રીમ વગેરેનો ઉપયોગ કરો.
દર રવિવારે સવારે ૧૦ કલાકે ૧૦ મિનિટનો સમય કાઢી પાણીનાં તમામ પાત્રોની ચકાસણી કરી, જો તેમાં મચ્છરના પોરા જોવા મળે તો પાત્રો ખાલી કરી, સાફ કરી, સુકવીને ફરીથી ઉપયોગમાં લો. આમ, દર રવિવારે ૧૦:૦૦ મિનિટ ફાળવવાથી ડેન્ગ્યુ, ચીકુનગુનિયા, મેલેરિયાથી બચી શકાય છે. તેમ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial