Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે શોકગ્રસ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી શ્રદ્ધાંજલિ અર્પણ કરીઃ
ભાવનગર તા. ર૪: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં રર એપ્રિલના થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાના પગલે સમગ્ર ભાવનગરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મૃતકોના નિવાસસ્થાન નંદનવન સોસાયટી, કાળિયાબીડમાં પહોંચીને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
યતીશભાઈ અને સ્મિતના મૃતદેહોને શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ સુધી ઈન્ડિગોની ફ્લાઈટ દ્વારા લાવવામાં આવ્યા હતાં. ત્યારપછી, અમદાવાદથી રોડ માર્ગે મૃતદેહોને ભાવનગર લાવવામાં આવ્યા હતાં. મોડી રાત્રે મૃતદેહો ભાવનગર પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શોકગ્રસ્ત પરિવારજનોને મળીને તેમની સંવેદના વ્યક્ત કરી હતી અને દુઃખની આ ઘડીમાં સહભાગી થયા હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્યો જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા, ગૌતમભાઈ ચૌહાણ, જિલ્લા કલેક્ટર ડો. મનોજકુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી અને રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર સહિત અનેક અગ્રણીઓએ પણ મૃતક પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial