Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રો અને આઈબી ચીફના ગૃહ સચિવ સાથે બેઠક યોજશેઃ
નવી દિલ્હી તા. ૨૪: પહલગામ આતંકી હુમલા બાદ ભારત સરકાર પાકિસ્તાન વિરૂદ્ધ તાબડતોબ નિર્ણયો લઈ રહી છે. પાકિસ્તાનના બહિષ્કાર વચ્ચે પાકિસ્તાન મિસાઈલનું પરીક્ષણ કરવા જઈ રહૃાું છે. આ સંદર્ભે પાકિસ્તાને નોટિફિકેશન જારી કરી છે. પાકિસ્તાને અરબ સાગર ક્ષેત્રમાં મિસાઈલ પરીક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. આ મિસાઈલ જમીન પર હુમલો કરનારી છે. જેનું પરીક્ષણ ૨૪-૨૫ એપ્રિલના કરાચી તટ પર થશે.
પાકિસ્તાને નોટિફિકેશન જાહેર કરી મિસાઈલ પરીક્ષણની માહિતી આપી હતી. ભારતની તપાસ એજન્સીઓએ આ ઘટનાક્રમ પર નજર રાખી રહી છે. આ મામલે ગૃહ મંત્રાલયના રો અને આઈબી ચીફના ગૃહ સચિવ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે.
મંગળવારે ૨૨ એપ્રિલના રોજ સાંજે પહલગામમાં આતંકી હુમલો થયો હતો. જેમાં પર્યટકો અને સ્થાનિકોને નિશાન બનાવાયા હતા. આ હુમલામાં ૨૮ લોકોના મોત અને ૨૦થી વધુ ઘાયલ થયા હતાં. આ નિર્દયી હુમલા બાદ કેન્દ્ર સરકારે ગઈકાલે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ)ની બેઠક યોજી પાકિસ્તાન સાથેની ૬૫ વર્ષ જૂના સંધિ જળ કરાર પર રોક મૂકી છે. પાકિસ્તાન જ્યાં સુધી આતંકવાદને સમર્થન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આ કરાર પર પ્રતિબંધ લાગુ રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial