Advertisement
Author: નોબત સમાચાર

વેબ્રિજ નીચે જેક મારી છેતરપિંડી કરતી ટોળકીના છ ઝડપાયાઃ ૫૪ લાખનો મુદ્દામાલ

રૂા.૪૧ લાખ ૧૦ હજાર રોકડા કબજે કરી રિમાન્ડની હાથ ધરાઈ તજવીજઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.ર૪ : જામનગરના દરેડ જીઆઈડીસી સ્થિત વીજ કંપનીની સ્ક્રેપ અંગે ની કચેરીમાંથી પચ્ચીસ દિવસ દરમિયાન મોરબીની બે પેઢીના કેટલાક વાહન ૬૦ હજાર કિલો ગ્રામથી વધુ સ્ક્રેપ ભરી ગયા હતા પરંતુ આ પેઢીના માણસોએ તરકીબ આચરી વે બ્રીજ નીચે જઈ ત્યાં ચેક મારી વજન ઓછો દેખાડે તે પ્રકારની કારીગરી કરી રૂા.૪૧ લાખ ઉપરાંતનો સ્ક્રેપ ઓળવી લીધા અંગેની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તેની તપાસમાં પોલીસે મોરબીના છ શખ્સને એક ટ્રક તથા રૂા.૪૧,૧૦,૦૦૦ રોકડા સાથે દબોચી લીધા છે.

જામનગર નજીકના દરેડ જીઆઈડીસી પાસે ફેસ-રમાં એપલ ગેઈટ-ર પાસે પીજીવીસી એલ કચેરીની રીજ્યોનલ સ્ટોર ઓફિસમાં ગયા મહિનાની તા.ર૧થી તા.૧૬ એપ્રિલ સુધી મોરબીની જય બાલાજી એન્ટર પ્રાઈઝ તથા મેલડી એન્ટર પ્રાઈઝ નામની બે પેઢીના કેટલાક વાહન સ્ક્રેપ ભરવા માટે મોકલવામાં આવ્યા હતા.

વીજ કંપનીના સ્ક્રેપના કોન્ટ્રાક્ટર નિસર્ગ સ્ટાર પેઢી વાળા ધર્મેશ તથા રમેશભાઈને વિશ્વાસમાં લઈ ઉપરોક્ત બંને પેઢીના માણસોએ વાહનોમાં સ્ક્રેપ ભરાવ્યો હતો. જેમાં ૬૦૮૯૨ કિલો ગ્રામ સ્ક્રેપ ભરવામાં આવ્યો હોવા છતાં વે બ્રિજ પર તેનો વજન ૪૨૬૫૦ કિલો ગ્રામ બતાવવામાં આવ્યો હતો. તેથી વીજ કંપની દ્વારા કરાયેલી તપાસમાં જય બાલાજી તથા મેલડી એન્ટરપ્રાઈઝના માલિકો તેમજ સ્ક્રેપ ભરવા આવેલા તેમના વાહનો સાથે આવેલા માણસો એ વેબ્રિજ પર નીચે ઉતરી તેમાં જેક માર્યા પછી ૧૮૨૪૨ કિલો ગ્રામ એલ્યુમિનિયમ સ્ક્રેપ ઓછો બતાવ્યાનું ખૂલ્યું હતું.

આથી વીજ કંપનીની આ કચેરીના કર્મચારી નુરમામદ ખીરાએ રૂા.૪૧૬૮૩૧૫ના સ્ક્રેપની છેતરપિંડી કરવા અંગે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પીઆઈ વી.જે. રાઠોડ તથા સ્ટાફે તપાસ શરૂ કરી હતી. જેમાં કેટલાક સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવતા સ્ટાફના ભયપાલસિંહ, જયપાલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે જે ટ્રકમાં ઉપરોક્ત સામાન ભરી જવાયો છે તેમાંનો એક ટ્રક મોરકંડા પાટીયા પાસે ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યો છે.

બાતમીના આધારે ધસી ગયેલી પોલીસે તે સ્થળેથી જીજે-૧૪-એક્સ ૫૮૩૮ નંબર નો ટ્રક કબજે કર્યાે છે. તેમાંથી મોરબીના આકાશ ઘોઘાભાઈ કુંઢીયા, વિકાસ ઉર્ફે ગુલુ કિશોર પનસારા, અજય કુંવરજીભાઈ વિકાણી, અર્જુન રાજુભાઈ ભોજવીયા, નિતેશ લાભુભાઈ કુંઢીયા ઉર્ફે હિતેશ, રાહુલ ઉર્ફે રોહિત કુંવરજીભાઈ વિકાણી નામના છ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે આ શખ્સોની તલાશી લેતા તેઓના કબજામાં થી રૂા.૪૧ લાખ ૧૦ હજાર રોકડા મળી આવ્યા હતા. આ શખ્સોએ ઉપરોક્ત માલસામાન વેચીને તે રકમ એકત્ર કરી હતી. પોલીસે રોકડ, ટ્રક તથા જેક અને ટોમી મળી કુલ રૂા.૫૪ લાખ ૧૧૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.

આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ કબૂલ્યંુ છે કે, જ્યારે તેમનો ટ્રક ભંગાર ભરવા વાડામાં જતો હતો તે પછી ટ્રકને વજન કરાવવા માટે જ્યારે વે બ્રિજ પર પહોંચતો તે પહેલાં વહેલી સવારે કોઈપણ એક વ્યક્તિ વેબ્રિજના કાંટા નીચે જઈને ત્યાં જેક મારી ટ્રકના વજનમાં ઘટાડો કરી નાખતો હતો અને તે રીતે આ ટોળકી છેતરપિંડી કરતી હતી. તમામ આરોપીઓની રિમાન્ડ માટે તજવીજ કરાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh