Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમામ પશુ દવાખાના, તાલુકે તાલુકે સારવાર ટીમો ઉપરાંત ૧૯૬૨ મોબાઈલ ટીમ રહેશે કાર્યરત
ઉત્તરાયણ પર્વ દરમિયાન પશુ-પંખીઓના સંરક્ષણ અને સારવાર માટે જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પશુ-પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે જામનગર જિલ્લાના તમામ પશુ દવાખાનાઓ, ૬ તાલુકાઓમાં પશુ દવાખાનાની ટીમ ઉપરાંત ૧૯૬૨ મોબાઈલ ટીમ કાર્યરત રહેશે.
ઉત્તરાયણ પર્વમાં પતંગના ધારદાર દોરાથી પક્ષી ઘાયલ થાય તો તેને સરળતાથી સારવાર મળી શકે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન વન અને પશુપાલન વિભાગ દ્રારા કરૂણા અભિયાન- ૨૦૨૬નું આયોજન કરવામાં આવનાર છે.
ઘાયલ થયેલા પશુ-પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે ઉતરાયણના તહેવારમાં જામનગર જિલ્લાના તમામ પશુ દવાખાના ચાલુ રહેશે તેમજ ૬ તાલુકામાં પશુ દવાખાનાની ટીમ ઉપરાંત ૧૯૬૨ પશુ દવાખાનાની મોબાઈલ ટીમ પણ કાર્યરત રહેશે. ઉત્તરાયણ પર્વ અંતર્ગત ઘાયલ પક્ષી કે બીમાર પશુ જોવા મળે તો ૧૯૬૨ ફ્રી હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરતા મેડિકલ ટીમ સ્થળ પર આવી સારવાર કરશે.
ઘાયલ પશુ-પંખીની સારવાર અંગે ગાઈડલાઈન
જો પક્ષીની પાંખ કે પગમાં દોરી લપેટાઈ ગઈ હોય તો ધીમેથી તે કાઢી નાખો. લોહી વહેતું હોય તો તેના પર આયોડેક્સ કે ચૂનો ના લગાવવો જોઈએ અને એના ઘા ઉપર હળવેથી રૂ મુકી લોહી નીકળતું બંધ કરીએ. આપણાં અને પક્ષીઓનાં શરીરની રચના અલગ હોય છે એટલે આપણે જે પ્રાથમિક સારવારમાં વસ્તુઓ વાપરતા હોય તે તેમના માટે ના વાપરવી જોઈએ. ભૂલથી પણ પક્ષી પર પાણી ના છાંટવું કે ઘાયલ હાલતમાં તેને કોઈ દાણા ખવડાવવા ના જોઈએ. ઘાયલ પક્ષીમાંથી દોરી કાઢી તેને એક બોક્સમાં મૂકવું અને ઉપરની બાજુ કાણા પાડવા જેથી તે શ્વાસ લઇ શકે. સમડી, કાગડો કે અન્ય મોટું પક્ષી હોય તો રૂમાલની મદદથી પકડી બોક્સમાં મૂકવું. તાર કે દોરી પર લટકેલાં પક્ષી પર લંગતિયું કે પથ્થર ક્યારેય ના મારવો.
પક્ષીઓને ઈજા કે
દોરીમાં ફસાય નહિ તે માટે શું કરવું?
ચાઇનીઝ અને સિન્થેટિક દોરીનું વેચાણ, સંગ્રહ કે ઉપયોગ ટાળવો. આ ઘેરી ઘણાં મહિના સુધી કંઈ થતું નથી. તે ઘોડી પણ કાચી પડતી નથી. આથી તહેવાર પતે પછી પણ ઠેર ઠેર લટકતી ચાઇના દોરીમાં પક્ષીઓની પાંખ કે પગ ફસાઈ ગયા હોય તેવા કેસ આવે છે.
પતંગ ઉત્તરાયણના દિવસે જ સવારના ૯ કલાક થી સાંજના ૫ કલાક દરમ્યાન ચગાવીએ. દોરી વધારે પાક્કી કરવા તેની પર કાચ ના લગાવવો જોઈએ. ૧૦ થી ૧૫ ટકા પક્ષીઓને જ ઊડતી વખતે દોરી વાગે છે, બાકીનાં તો જ્યાં-ત્યાં પડેલી દોરીઓમાં જ ફસાઈ જાય છે. તેથી ધાબા પર દોરીના ગુચ્છા ના થવા દેવા તેમજ તમારી આજુબાજુની જગ્યા અને ઝાડ પર દેખાતા દોરીના ગુચ્છાનો નિકાલ કરવો.
પશુઓને ખાસ કરીને ગાયને ભાવિક લોકો દ્વારા લીલોચારો, રજકો, ઘુઘરી વગેરે વધુ પ્રમાણમાં ખવડાવવાના કારણે પશુઓમાં આફરાના તથા મેણો ચડવાના કેસો અવાર-નવાર બનતા હોય છે તે બાબતે ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોને કાળજી રાખવા નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial