Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયા તા. ૯: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજય સરકાર દ્વારા જાહેર કરેલ ઐતિહાસિક માવઠાથી થયેલા નુકસાનની ચૂકવણી માટે દસ હજાર કરોડનું પેકેજ ફાળવેલું જેમાં છેવાડાના નાનકડા ચાર જ તાલુકાવાળા જિલ્લા દ્વારકામાં ૯૦ ટકા ઉપરાંતની કામગીરી પૂર્ણ થઈ ગઈ, જેમાં ખંભાળીયા-કલ્યાણપુરમાં સૌથી વધુ નુકસાનના વળતર ચૂકવવા સહિત રપ૦ કરોડ રૂપિયાથી વધુ રકમ ખેડૂતોના ખાતામાં ચૂકવાઈ જતા ખેડૂતોને રાહત થઈ છે તથા શિયાળુ પાકના ખર્ચમાં આ રકમ ઉપયોગી સાબિત થઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર, ડીડીઓ, ખેતીવાડી વિભાગના સંકલનથી ખેડૂતોને સહાય ચૂકવણીનું કામ ઝડપથી થઈ રહ્યું છે. અંદાજે રૂ।. ૩૦૦ કરોડમાંથી ૯૦ ટકા જેવા અર્થાત રૂ।. ર૮૦ કરોડ ચૂકવાઈ ગયા છે. આધારકાર્ડ તથા અન્ય બાબતોમાં મેચીંગ ન હોય તેવા કેસોના પણ વ્હેલી તકે નિકાલ થઈ જશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial