Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા
જામનગર તા. ૯: ખીજડીયા, વિભાપર, સરમત ગામમાં જામનગર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષા અંગે અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત રાજ્યના વિશાળ દરિયાઈ કિનારા તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે .જે અંતર્ગત મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો અને તેના અધિકારીઓ કાર્યરત છે. આ બાબત ધ્યાને લઈને એ.ટી.એસ.ના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા, પોલીસ મહાનીરીક્ષક પી.એલ.માલ તથા હજીરા (સુરત)ના પોલીસ અધિક્ષક એસ.જે.પરમારના માર્ગદર્શન હેઠળ દરિયાઈ કિનારાના રહેવાસી તથા ભારત દેશના એક જવાબદાર નાગરીક તરીકે સતત જાગૃત રહેવા તા. ૧૧, ૨૩, ૨૫-૧૨-૨૫ના જામનગરના મરીન ગ્રુપ લીડર ડી.આર.યાદવ, મરીન ટીમ લીડર જી.એમ. બોપલીયા, મરીન ટીમ લીડર ડી. એચ. જાડેજા તથા મરીન કમાન્ડો, ફિશરીઝ વિભાગના અધિકારી તેમજ સ્થાનિક સરપંચ. આગેવાનો ઉપરાંત અન્ય ગ્રામજનોની ઉપસ્થિતિમાં દરિયાઈ માર્ગે સંભવિત વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા, શંકાસ્પદ બોટ કે વ્યક્તિ સંદર્ભે જાગૃતતા કેળવવા, શંકાસ્પદ બિનવારસી વસ્તુઓ જેવી કે કેફી પદાર્થો તથા એક્સપ્લોસિવ(બોમ્બ)ની હેરાફેરી અટકાવવા બાબતે ગ્રામજનોને માર્ગદર્શન આપ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial