Advertisement
Author: નોબત સમાચાર

વન વિભાગના નવ આઈએફએસ અધિકારીઓની બદલીના આદેશોઃ કેટલાક અધિકારીઓનું પ્રમોશન

કેટલાક અધિકારીઓને એડિશ્નલ ચાર્જ અપાયોઃ

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૯: ગુજરાત વન વિભાગમાં મોટા પાયે બદલી-બઢતીના આદેશો થતા નવ આઈએફએસ અધિકારીઓને નવી જવાબદારી અપાઈ છે, જેથી વન સંચાલનમાં નવી ગતિ આવશે, તેવો દાવો કરાયો છે.

રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ૮ જાન્યુઆરી ર૦ર૬ ના જાહેર કરાયેલા નોટીફિકેશન મુજબ ગુજરાત વન વિભાગમાં મહત્ત્વપૂર્ણ બદલી અને બઢતીના આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશ હેઠળ કુલ ૯ ભારતીય વન સેવા અધિકારીઓને નવી નિમણૂક, પ્રમોશન તથા વધારાની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

જૂનાગઢ સર્કલના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ એસ. મહિશ્વરા રાજાને બદલી કરીને ગાંધીનગરમાં પીએમયુ-પીઈઆરજીના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કચ્છ સર્કલ, ભૂજના ચીફ કન્ઝર્વેટર ડો. સંદીપ કુમારને વડોદરા સર્કલના ચીફ કન્ઝર્વેટર તરીકે નિમણૂક આપવામાં આવી છે.

ભારત સરકારના વૂડ સાયન્સ એન્ડ ટેકનોલોજી સંસ્થાના કન્ઝર્વેટર ડો. પ્રબુદ્ધ એચ.આર.ને પ્રોફોર્મા પ્રમોશન આપી ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સના દરજ્જે નિમણૂક કરવામાં આવી છે. વડોદરા સર્કલના કન્ઝર્વેટર ડો. અંશુમાન શર્માને પ્રમોશન સાથે કેવડિયા (વન્યજીવ સર્કલ) ના ચીફ કન્ઝર્વેટર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તેઓ જીએસએફડીસીઆઈ, વડોદરાના મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો ચાર્જ પણ સંભાળતા રહેશે.

રાજ્ય સરકારમાં પરતફરેલા ડો. ધીરજ મિત્તલને કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ તરીકે પ્રમોશન આપી કચ્છ સર્કલ, ભૂજમાં નિમણૂક કરવામાં આવી છે. પીએમયુ-પીઈઆરજી ગાંધીનગરના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. મોહન રામને કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ તરીકે પ્રમોટ કરીને જૂનાગઢ સર્કલમાં નિયુક્ત કરાયા છે.

લુણાવાડા મહીસાગર ડિવિઝનના ડેપ્યુટી કન્ઝર્વેટર નિશા રાજને કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ તરીકે પ્રમોશન આપી વડોદરા વર્કિંગ પ્લાનની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ જીએસએફડીસીએલના જોેઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર તરીકેનો વધારાનો ચાર્જ પણ યથાવત્ રાખશે. ગોધરા ડિવિઝનના ડેપ્યુટી કન્ઝર્વેટર ડો. પ્રિયંકા ગહલોતને મહીસાગર ડિવિઝનનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત ગીર (વેસ્ટ) ડિવિઝન, જૂનાગઢના ડેપ્યુટી કન્ઝર્વેટર પ્રશાંત તોમરને સાસણના સેન્ક્યુઆરી સુપ્રિન્ટેન્ડન્ટનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

રાજ્ય સરકારનું માનવું છે કે, વન વિભાગમાં થયેલી આ બદલી-બઢતીથી વન સંરક્ષણ, વન્યજીવ વ્યવસ્થાપન અને પર્યાવરણ સંવર્ધનમાં નવી દિશા અને કાર્યક્ષમતા વધશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh