Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન.પા.ના લેટરપેડનો ઉપયોગ અને ખોટી સહીઓના મુદ્ે પોલીસ ફરિયાદની વિચારણા
ખંભાળિયા તા. ૦૯: ખંભાળિયા પાલિકાના વર્તમાન ચીફ ઓફિસર રાહુલ કરમૂર સામે પાલિકાના કોઈ સદસ્યને અંગત વાંધો કે પ્રશ્ન હોય તેમ તાજેતરમાં ખાનગી રીતે પાલિકાના દશ સદસ્યો અને કારોબારી ચેરમેન દ્વારા રાજ્યના શહેરી વિકાસના કેબીનેટ તથા રાજ્યકક્ષાના મંત્રીઓને સંબોધીને લખાયેલા તથા પાંચ સદસ્યોની ખોટી સહીઓનો આ લેટર જાહેર થતાં સમગ્ર દ્વારકા જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું.
પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમુર દ્વારા જણાવાયેલ કે આ લેટરમાં ખંભાળિયા પાલિકાનો સત્તાવાર લેટરપેડનો અને જાવક નંબરનો ગેરઉપયોગ થયો હોય તપાસ શરૂ કરાઈ છે તથા જરૂર પડયે પોલીસ ફરિયાદ પણ થશે તેમની પાસે કેટલાક પાલિકા સદસ્યો દ્વારા તેમણે સહીઓ ના કરી હોય ખોટી સહીઓ હોવાની ફરિયાદ આવ્યાનું પણ જણાવ્યું હતું.
જો કે હાલ પાલિકામાં ૨૮માંથી ૨૬ની ભાજપની તોતીંગ બહુમતિ છે ત્યારે આગામી ચૂંટણીમાં ભાજપને તકલીફ થવાની ચિંતા આ ચીફ ઓફિસરને લીધે આ પાલિકા સદસ્યોને શું પેટમાં દુઃખે છે કે પછી કંઈ વહીવટમાં વાંધો પડયો તે અંગે ભાજપના મજબૂત બહુમતિવાળા શાસનમાં આ નાટક ભારે ચર્ચાસ્પદ થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial