Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતભરમાં લેન્ડ ગ્રેબિંગમાં સૌપ્રથમ સજાઃ
જામનગર તા. ૯: ખંભાળિયાના મોવાણ ગામના એક આસામીને લેન્ડ ગ્રેબિંગના કેસમાં દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે અને રૂ।.૧ લાખનો દંડ પણ આપવામાં આવ્યો છે. આ આસામીએ પીપળીયા ગામમાં સરકારી ખરાબામાં ઈંટનો ભઠ્ઠો તેમજ કાચી ઓરડીઓ અને પાકો ઓરડો બનાવી લીધા હતા. લેન્ડ ગ્રેબિંગના ગુજરાતભરના તમામ કેસમાં આ સજા પ્રથમ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોવાણ ગામના દેવશીભાઈ રણમલભાઈ મકવાણા નામના આસામીએ પીપળીયા ગામમાં આવેલા રે.સ.નં.૮૧ના સરકારી ખરાબામાં ચાર વીઘા જેટલી જમીન પર દબાણ ઉભુ કર્યું હતું. જેમાં તેઓએ ઈંટ બનાવવાનો ભઠ્ઠો શરૂ કરવા ઉપરાંત કાચી ઓરડીઓ બનાવી હતી અને એક પાકો ઓરડો પણ ઉભો કર્યાે હતો.
આ બાબતની પીપળીયા ગામના એક નાગરિકે જિલ્લા કલેક્ટરને જાણ કરી લેન્ડ ગ્રેબિંગ કરાયાનું જણાવ્યંુ હતું. તેની તપાસ કરાયા પછી લેન્ડ ગ્રેબિંગ સમિતિએ ગુન્હો નોંધાવવા ખંભાળિયાના મામલતદારને સુચના આપતા વી.આર. વરૂએ ખંભાળિયા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો. તે કેસ ખંભાળિયાની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ફરિયાદી, સર્કલ ઓફિસર, રેવન્યુ તલાટી, અરજી કરનાર આસામી વગેરેની જુબાની રજૂ કરાઈ હતી. અદાલતે તેને ગ્રાહ્ય રાખી આરોપી દેવશીભાઈ મકવાણાને તક્સીરવાન ઠરાવી દસ વર્ષની સખત કેદ અને રૂ।.૧ લાખનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ બે વર્ષની કેદનો હુકમ થયો છે. સરકાર તરફથી ડીજીપી લાખાભાઈ ચાવડા રોકાયા હતા.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જમીન પચાવી પાડવા સામે રક્ષણ આપતા લેન્ડ ગ્રેબિંગ એક્ટને અમલમાં મૂકવામાં આવ્યા પછી સમગ્ર રાજ્યમાં સેંકડો ફરિયાદો નોંધાઈ છે. જેમાંથી ઉપરોક્ત ફરિયાદમાં ગુજરાતભરમાં સૌપ્રથમ વખત સજા ફટકારવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial