Advertisement
Author: નોબત સમાચાર

'લેન્ડ ફોર જોબ'ના કેસમાં લાલુ યાદવ સહિત ૪૦ થી વધુ આરોપીઓ પર મૂકાયું ચાર્જશીટ

આરજેડી સુપ્રિમોને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આપ્યો ઝટકોઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૯: લાલુ પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. 'લેન્ડ ફોર જોબ' કૌભાંડના કેસમાં લાલુ સહિત ૪૦ થી વધુ આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ થયા છે.

લેન્ડ ફોર જોબ (જમીનના બદલામાં નોકરી) કૌભાંડમાં રાષ્ટ્રીય જનતા દળના વડા અને પૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવના પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આ મામલે લાલુ યાદવ સહિત ૪૦ થી વધુ આરોપીઓ સામે ચાર્જફ્રેમ (આરોપ નક્કી) કર્યા છે. કોર્ટે પોતાના આદેશમાં અત્યંત કડક શબ્દોનો પ્રયોગ કરતા જણાવ્યું કે, લાલુ યાદવ અને તેમના પરિવાર વિરૂદ્ધ પૂરતા પુરાવા મળ્યા છે. આ પુરાવાઓ દર્શાવે છે કે સરકારી પદોની વહેંચણી કરવા માટે તેમણે એક ક્રિમિનલ એન્ટરપ્રાઈઝ (ગુનાહિત સાહસ) ની જેમ કામ કર્યું હતું.

કોર્ટે લાલુ પરિવારની કેસમાંથી મુક્ત થવાની અરજીને ફગાવી દેતા કહ્યું કે, આ મામલામાં પદનો દુરૂપયોગ અને ષડ્યંત્ર સ્પષ્ટપણે દેખાઈ આવે છે. સીબીઆઈની વિશેષ અદાલતે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા પછી આ ચૂકાદો આપ્યો હતો. કોર્ટે માન્યું કે આ મામલામાં આગળની સુનાવણી માટે પૂરતો આધાર રહેલો છે. હવે આગામી પ્રક્રિયા હેઠળ ટ્રાયલ શરૂ કરવામાં આવશે અને આરોપીઓ વિરૂદ્ધ પુરાવા રજૂ કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે, કોર્ટે ૪૦ થી વધુ આરોપીઓ વિરૂદ્ધ 'પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ'ની કલમ ૧૩(ર) અને ૧૩ (આઈએક્સડી) હેઠળ ટ્રાયલ ચલાવવાનો નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે તેમની સામે કાયદેસરની સુનાવણી શરૂ થશે, જો કે આ જ કેસમાં અન્ય પર આરોપીઓને મોટી રાહત મળી છે. કારણ કે કોર્ટે પુરાવાના અભાવે તેમને ડિસ્ચાર્જ એટલે કે મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. સીબીઆઈની ચાર્જશીટમાં એવો ગંભીર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લાલુ યાદવના નજીકના સાથીઓએ નોકરીના બદલામાં કિંમતી જમીનો હડપવા માટે સહ-સાજિશકર્તા તરીકે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને ભ્રષ્ટાચારનું આખું માળખું ઊભું કર્યું હતું.

અદાલતે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે, વિવેકાધિકારનો દુરૂપયોગ કરીને સરકારી નોકરીઓ વહેંચવામાં આવી અને તેના બદલામાં કિંમતી જમીનો પડાવી લેવામાં આવી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પુરાવાઓ એક સુનિયોજિત ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે, તેથી આ તબક્કે લાલુ યાદવ અને તેમના પરિવારનેે નિર્દોષ માનીને મુક્ત કરી શકાય નહીં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh