Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં વિનામૂલ્યે આયોજનઃ
જામનગર તા. ૯: હેલ્થ કેર આસિસ્ટન્ટ સર્ટિફિકેટ કોર્સનો ટુક સમયમાં પ્રારંભ કરવામાં આવશે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય અને કૌશલ્ય યુનિવસિર્ટી માન્ય તથા નિઃશુલ્ક આ કોર્સમાં ૩ માસ થિયરી અને ૩ માસ હોસ્પિટલમાં પ્રેકિટકલ તાલીમ આપવામાં આવશે. ધો. ૧૦ પાસ કરનાર અને ૧૮ થી ૩૫ વર્ષ સુધીના લોકો આ કોર્સમાં જોડાઈ શકશે. કોર્સ કરનારને હોસ્પિટલ, નર્સિંગ હોમ, કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર, હોમ ડ્રેલ્થ કેર એજન્સીઓ વિગેરેમાં નોકરીની તક મળી શકે છે.
આ કોર્સના પ્રોજેકટ ઈન્ચાર્જ દિપાબેન સોની અને કાજલબેન ગનીયાણી છે. તજજ્ઞો દ્વારા તાલીમ, શિક્ષણ અને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. વધુ વિગત માટે સાંજે ૫ થી ૬ ઈન્ડિયન રેડકોર્સ સોસાયટી (મો. ૯૪૨૮૮ ૩૯૪૨૦), નેશનલ હાઈસ્કૂલ, આર્યસમાજ રોડ, જામનગરનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial