Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિંમતનગરના સ્પેશિયલ મહાકુંભમાં
જામનગર તા. ૯: જામનગરની મનોદિવ્યાંગ સંસ્થા ઁ ટ્રેનિંગ સેન્ટરના ૧૧ મનોદિવ્યાંગ બાળકોએ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. જામનગરમાં મનોદિવ્યાંગ બાળકો માટેની કાર્યરત સંસ્થા ઁ ટ્રેનિંગ સેન્ટર તાલીમ સંસ્થા જે હંમેશાં મનોદિવ્યાંગો માટે કાર્ય કરતી સંસ્થા છે. જેમાં પ વર્ષ થી ૬૫ વર્ષના મનોદિવ્યાંગો આ સંસ્થાનો લાભ લઈ રહ્યા છે. આ સંસ્થા લોકોના સહયોગથી ચાલતી સંસ્થા છે. આ સંસ્થા હંમેશાં મનોદિવ્યાંગોના જીવનમાં ઉત્સાહ વધારવાની તેમજ તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડીને તેમને લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે.
હાલમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ હિંમતનગરમાં રમાઈ રહ્યો છે, તેમાં ઁ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા માંથી ૧૧ મનોદિવ્યાંગો અલગ અલગ રમતમાં જિલ્લામાંથી પ્રથમ નંબર પર આવ્યા છે. તે ખેલ મહાકુંભમાં ભાગ લેવા રાજ્યની રમતમાં જઈ રહ્યા છે. જેમાં યશ ભાવેશભાઈ વીંછી ૨૫ મીટર દોડ, હડબૂલ અબ્દુલા શબીરભાઈ-બોસી, મહેક મનસુખભાઈ સાદીયા-બોસી, જય નવીનભાઈ ભોજાણી-લોંગ જમ્પ, ચીરાગ ખેતીયા-૨૫ મીટર દોડ, દક્ષ રમેશભાઈ સોલંકી-૫૦ અને ૧૦૦ મીટર દોડ, હાર્દિક કેતનભાઈ ખેરા બોસી, મયુરી રાજેશભાઈ ફલીયા-૪૦૦ મીટર દોડ, સ્વાતિ રમેશભાઈ ગોંડલીયા-૧૦૦ મીટર વોક અને બોસી, સીમા મુકેશભાઈ રાયઠઠ્ઠા-સોફટબોલ થ્રો અને કોમલ જયેશભાઈ લખીયર બોસીનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial