Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ૪ર૭ બીટ ગાર્ડને વનપાલનું પ્રમોશન

રાજ્યના વનવિભાગે રચ્યો ઈતિહાસ

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૯: ગુજરાતના વન વિભાગમાં ઈતિહાસ રચાયો છે. એક સાથે ૪ર૭ વનરક્ષકોને વનપાલ પદે બઢતી અપાતા ફીલ્ડ સ્ટાફમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

ગુજરાત વન વિભાગે રાજ્યના વન સંરક્ષણ તંત્રને વધુ મજબૂત બનાવવાની દિશામાં ઐતિહાસિક નિર્ણય લીધો છે. વિભાગ દ્વારા એક જ આદેશમાં ૪ર૭ બીટ ગાર્ડને ફોરેસ્ટ (વનપાલ) તરીકે બઢતી આપવામાં આવી છે. વન વિભાગના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યામાં થયેલી બઢતી ગણાઈ રહી છે. લાંબા સમયથી બઢતીની રાહ જોઈ રહેલા વનરક્ષકો માટે આ નિર્ણય ખુશીનો સંદેશ બની આવ્યો છે.

વર્ષો સુધી જંગલ વિસ્તારમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં ફરજ બજાવતા કર્મચારીઓના અનુભવ અને સેવાઓને માન્યતા મળતા ફીલ્ડ સ્ટાફમાં ઉત્સાહ અને સંતોષની લાગણી વ્યાપી છે. વન વિભાગના અધિકારીઓનું માનવું છે કે, આ વ્યપક બઢતીથી પાયાના સ્તરે વહીવટી માળખું વધુ મજબૂત બનશે. સાથે જ વન અને વન્યજીવ સંરક્ષણ, ગેરકાયદે કાપ અટકાવવાની કામગીરી તથા જંગલ સુરક્ષા માટેના પ્રયાસોમાં વધુ ગતિ મળશે.

રાજ્ય સરકારના આ નિર્ણયને વન કર્મચારીઓ માટે મનોબળ વધારનાર પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે, જે આવનારા સમયમાં વન સંરક્ષણની કામગીરીને વધુ અસરકારક બનાવશે, તેવા પ્રતિભાવો સામે આવી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh