Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નોર્થ કેરોલિનામાં લેન્ડીંગ દરમિયાન દુર્ઘટના
વોશિંગ્ટન તા. ૧૯: અમેરિકાના નોર્થ કેરોલિનામાં લેન્ડીંગ દરમિયાન પ્લેન ક્રેશ થતા સાત લોકોના દર્દનાક મૃત્યુ થયા છે.
અમેરિકાના નોર્થ કેરોલિનામાં સ્ટેટ્સવિલે રિઝનલ એરપોર્ટ પર બિઝનેસ વિમાન ક્રેશ થયાનો એક વીડિયો સામે આવ્યો છે. વિમાનમાં આગ લાગી ગઈ હતી. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડને જાણ કરવામાં આવી છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
આ વિમાન દુર્ઘટનામાં એનએએસસીએઆર નો પૂર્વ સ્ટાર ગ્રેગ બિફલ સહિત સાત લોકો મૃત્યુ પામી ગયા હતાં. અહેવાલો અનુસાર ગઈકાલે સ્થાનિક સમય મુજબ સવારે ૧૦.૧પ વાગ્યે વિમાન ક્રેશ થયું હતું. જેના કારણે એરપોર્ટ અધિકારીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી. વિમાન ક્રેશ થતા સળગી ઉઠ્યું હતું. કટોકટીની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલમાં તે સ્પષ્ટ નથી કે કેટલા લોકો સવાર હતાં. એરપોર્ટ પર અગ્નિશામકો આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને અકસ્માતની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.
સ્ટેટ્સવિલ પ્રાદેશિક એરપોર્ટ ઉડ્ડયન અને કોર્પોરેટ ઉડ્ડયન માટે કેન્દ્ર તરીકે સેવા આપે છે અને ક્રેશ સ્થળ સ્ટેટ્સવાલેથી લગભગ ૧૦ મિનિટ દૂર છે. વિમાન દુર્ઘટનાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં વિમાન અથડાતા લપેટમાં આવી ગયું છે. સ્થાનિક અધિકારીઓએ વિમાન ક્રેશની પુષ્ટિ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial