Advertisement
Author: નોબત સમાચાર

રાધા નિકેતન દ્વારા પિતૃમોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

જામનગરની મહિલા સંસ્થા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરની મહિલા સંસ્થા રાધાનિકેતન દ્વારા પિતૃઓના મોક્ષાર્થે તા. ર૬-૧ર-ર૦રપ થી તા. ૧-૧-ર૦ર૬ સુધી પંચેશ્વર ટાવર પાસે લોહાણા મહાજન વાડી, ઠકરાર વીંગમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ (સપ્ત વખત) નું આયોજન કરવામાં આવ્યું છે.

વ્યાસાસને હવેલીવાળા દિપકભાઈ શાસ્ત્રીના પુત્ર રામભાઈ શાસ્ત્રી બિરાજી કથાનું રસપાન કરાવશે. કથા શ્રવણનો સમય દરરોજ બપોરે ૩-૩૦ થી સાંજે ૭ વાગ્યા સુધીનો રહેશે.

દરરોજ કથા વિરામ પછી પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે, જે માટેના પાસ સમયસર આયોજકો પાસેથી મેળવી લેવાના રહેશે. આ ઉપરાંત ચૂંદડી મનોરથમાં ભાગ લેવા માટે નામ નોંધાવી દેવાના રહેશે.

તા. રપ/૧ર ના સાંજે ૬ વાગ્યે દેહશુદ્ધિ, તા. ર૬/૧ર ના બપોરે ૩-૩૦ વાગ્યે પોથી યાત્રા અને રાત્રે ૯ વાગ્યે શ્રીનાથજીના કીર્તન, આરતી ડેકોરેશન હરિફાઈ યોજાશે.

તા. ર૭/૧ર ના રાત્રે ૯ વાગ્યે રામધૂન તથા સવારથી ૮૪ બેઠકના દર્શન, તા. ર૮/૧ર ના જલારામ બાપાના રોટલાનો અન્નકોટ, બપોરે ૩-૩૦ વાગ્યે નૃસિંહ અવતાર, મટકી ડેકોરેશન હરિફાઈ, તા. ર૯/૧ર ના સવારે ૧૧ વાગ્યે વામન જન્મ, ૧ર વાગ્યે રામ જન્મ, સાંજે ૬-૩૦ વાગ્યે નંદ મહોત્સવ, સાથે રાસ ગરબાની હરિફાઈ, ઠાકોરજી શ્રૃંગાર હરિફાઈ યોજાશે.

તા. ૩૦/૧ર ના સાંજે ૬-૩૦ વાગ્યે ગોવર્ધન ઉત્સવ સાથે અન્નકોટ, ચૂંદડી મનોરથ, તા. ૩૧/૧ર ના રૂક્ષમણી વિવાહ સાંજે ૬-૩૦ વાગ્યે અને મહાદેવ દર્શન થશે.

તા. ૧-૧-ર૦ર૬ ના સાંજે ૬ વાગ્યે કથાવિરામ સુદામા ચરિત્ર સાથે ચૂંદડી મનોરથના દર્શન યોજાશે.

આ સંસ્થામાં સભ્ય તરીકે જોડાવા ઈચ્છુકોએ ફોર્મ મેળવવા શીલાબેન મજીઠિયા, નિર્મળાબેન મજીઠિયા, નિશાબેન દાવડા (૯૪૦૮પ ૩૭૪૦પ), મધુબેન રાડિયા (૯૯૦૪૯ ૩પ૯૯૭) નો સંપર્ક કરવા નિમંત્રકો શીલાબેન મજીઠિયા, નિર્મળાબેન મજીઠિયા, જ્યોતિબેન માધવાણી તથા પિયુષભાઈ મજીઠિયાએ યાદીમાં જણાવ્યું છે.

આ કથાના મુખ્ય પોથીજીના યજમાન પદે સ્વ. જયપ્રકાશભાઈ દામોદરભાઈ મજીઠિયા તથા સ્વ. જયાબેન તથા દામોદારભાઈ મજીઠિયાના સ્મરર્ણાથે ગં.સ્વ. શીલાબેન જયપ્રકાશ મજીઠિયા તથા પિયુષભાઈ જયપ્રકાશ મજીઠિયા તથા મજીઠિયા પરિવાર તથા સ્વ. ડોલરરાય પ્રભુલાલ પ્રેમાણી, સ્વ. સવિતાબેન ડોલરરાય પ્રેમાણી, સ્વ. દિલીપભાઈ પ્રભુલાલ પ્રેમાણી, સ્વ. મંજુલાબેન દિલીપભાઈ પ્રેમાણી, સ્વ. રીનાબેન સંજીવભાઈ પ્રેમાણીના સ્મરણાર્થે જયેશભાઈ ડોલરરાય પ્રેમાણી, અંજલીબેન જયેશભાઈ પ્રેમાણી, સંજીવભાઈ દિલીપભાઈ પ્રેમાણી, મીતાબેન સંજીવભાઈ પ્રેમાણી તથા પ્રેમાણી પરિવાર, અન્ય પોથીજીના યજમાન પદે માધવાણી પરિવાર, નથવાણી પરિવાર, તન્ના પરિવાર, સખી મંડળ, પંડ્યા પરિવાર, લુક્કા પરિવાર, સીમરિયા પરિવાર, પરમાર પરિવાર, રાયચુરા પરિવારે લાભ લીધો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh