Advertisement
Author: નોબત સમાચાર

સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ દ્વારા વિવિધ હિન્દી પરીક્ષાનું આયોજન

આગામી તા. ર૧/રર ફેબ્રુઆરી-ર૦ર૬ ના

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૧૯: સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ દ્વારા વર્ષમાં બે વખત લેવાતી હિન્દી બાળપોથી પહેલી, દૂસરી અને તીસરી પરીક્ષાઓ-ર૦ર૬ ની સાલમાં ર૧ અને રર-ફેબ્રુઆરી અનુક્રમે શનિવાર અને રવિવાર સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં લેવાશે. હિન્દી કેન્દ્રો માટે આ પરીક્ષાઓના અરજીપત્રો ભરવાની છેલ્લી તા. ર૭મી જાન્યુઆરી-ર૦ર૬ રહેશે. જ્યારે ભરાયેલ અરજીપત્રો તેની ફી ની રકમ સાથે કાર્યાલયમાં પહોંચાડવાની છેલ્લી તા. ૩૧મી જાન્યુઆરી-ર૦ર૬ નક્કી કરાયેલ છે.

બાળકોમાં ભાષા શુદ્ધિ, વ્યાકરણ, જોડણી વિગેરેનું જ્ઞાન વધે અને રાષ્ટ્રભાષા પ્રત્યેની અભિરૂચી વિશેષ કેળવાય એ મુખ્ય હેતુથી લેવાતી આ પરીક્ષામાં સપ્ટેમ્બરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બેસે તે માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે. અત્રે એ પણ યાદ રહે કે આ પરીક્ષા સૌરાષ્ટ્ર-કચ્છના ૪૦૦ થી વધુ કેન્દ્રોમાં હાલ લેવાય છે.

સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિના મંત્રીએ જણાવ્યું છે કે, આ સમિતિની હિન્દી પરીક્ષાઓ સૌરાષ્ટ્ર-કચ્છના ૪૦૦ જેટલા કેન્દ્રોમાં લેવાતી હોવા છતાં આ વિસ્તારના ઘણાં ગામો તથા શિક્ષણ સંસ્થાઓમાં હજી આ પરીક્ષા લેવાતી નથી. આવા ગામો અને શિક્ષણ સંસ્થાઓના બાળકો હિન્દીના જ્ઞાન અને તેના પ્રમાણપત્રોથી વંચિત ન રહે તે હેતુથી આવા દરેક ગામ અને શિક્ષણ સંસ્થામાં સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ પોતાના પરીક્ષા પ્રચાર કેન્દ્રો શરૂ કરવા ઈચ્છે છે. સૌરાષ્ટ્ર-કચ્છની જે શિક્ષણ સંસ્થા રાષ્ટ્રભાષા હિન્દીના પ્રચાર અને પરીક્ષા કેન્દ્રો શરૂ કરવા ઈચ્છે તેમણે તે શાળાના આચાર્યની ભલામણ સાથે પરીક્ષામંત્રી સૌરાષ્ટ્ર હિન્દી પ્રચાર સમિતિ, રાષ્ટ્રીય શાળા પ્રાંગણ, મનહર પ્લોટ, રાજકોટ-૩૬૦ ૦૦ર, સાથે પત્ર વ્યવહાર કરવો અથવા ટેલિફોન નં. (૦ર૮૧) ર૪૬૬રર૭ (કાર્યાલય), મો.નં. ૯૪ર૮૦ ૪૦૦૧૮ ઉપર સંપર્ક સાધવો તેમ જણાવ્યું છે.

આવા નવા શરૂ થનાર કેન્દ્રો પણ જો સમયસર અરજીપત્રો કાર્યાલયને પહોંચાડશે તો ફેબ્રુઆરી-ર૦ર૬ ની પરીક્ષાનો પણ તેમને લાભ મળશે. કાર્યાલયમાં ચાલતા જનરલ કેન્દ્ર (પેટા કેન્દ્ર) માં અરજીપત્ર ભરવાની છેલ્લી તા. ૧૦-૧-ર૦ર૬ રહેશે. આ પરીક્ષાઓને લગતી અન્ય વિગતો, પાઠ્યપુસ્તક યાદી અભ્યાસક્રમ વિગેરે તમામ માહિતી માટે રાજકોટ સ્થિત કાર્યાલયનો સંપર્ક સાધવા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh