Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયામાં ચારણ ગઢવી સમાજ દ્વારા તા. રર ડિસેમ્બરે સોનલમાના ૧૦ર મા જન્મોત્સવ-સોનલબીજની ઉજવણી

૫રંપરાગત રમત, શોભાયાત્રા, લોકડાયરો-પ્રસાદનું આયોજનઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૯: ખંભાળિયામાં ચારણ ગઢવી સમાજ દ્વારા સોનલમાના ૧૦ર મા જન્મોત્સવ 'સોનલબીજ'ની ભવ્ય ઉજવણી થશે. રર ડિસેમ્બરના શોભાયાત્રા, પ્રસાદ અને લોકડાયરામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટશે.

ચારણ સમાજના ઈષ્ટદેવી આઈ તત્વની ચેતના સોનબાઈમાની બીજ એટલે સોનલ બીજ ગઢવી સમાજના નૂતન વર્ષની ઉજવણી તા. રર-૧ર-ર૦રપ ને સોમવારે ખંભાળિયા ચારણ ગઢવી સમાજ દ્વારા આઈ શ્રી સોનલ માના ૧૦ર મા જન્મોત્સવની ઉજવણી આ વર્ષે ભાવ સાથે ઉત્સાહભેર ચાર રસ્તા નજીક આવેલ જડેશ્વર રોડ સોનલધામમાં કરવામાં આવશે.

આ ઉજવણીમાં સોમવારે સવારે જોધપુર ગેટ નજીક આવેલ મોમાઈ માતાજીના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવશે અને આ શોભાયાત્રા શહેરના મુખ્ય રોડ જોધપુર ગેઈટ થઈને નગર ગેઈટ અને ચાર રસ્તાથી જડેશ્વર રોડ પર આવેલ સોનલ મંદિર સુધી ઢોલ-શરણાઈના નાદ્ સાથે ચારણી રમત અને અબીલ ગુલાલની છોળો સાથે ગઢવી સમજ સાથે અઢારે વરણ દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ભવ્ય શોભાયાત્રામાં જોડાશે. માતાજીઓ રથ ઉપર બિરાજમાન થઈને આશીર્વાદ આપશે અને સોનલ ધામમાં આરતી કરીને શોભાયાત્રાનું સ્વાગત થશે અને ત્યારપછી આ વર્ષના દાતા રામભાઈ રૂખડભાઈ મધુડાનું સમસ્ત ચારણ સમાજ તરફથી સન્માન કરવામાં આવશે અને ત્યારપછી માતાજીઓ અને સંતો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવશે. બપોરે ભવ્ય પ્રસાદી અને સાંજે ચાર વાગ્યે ચારણ ગઢવી સમાજની પરંપરાગત રમતનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારપછી સાંજે ભવ્ય સંધ્યા આરતી અને રાત્રે લોકડાયરા સંતવાણીમાં મેરાણ ગઢવી, આદિત્ય ગઢવી, વિજય ગઢવી, મહેશ ગઢવી સહિતના કલાકારો માઁ સોનબાઈની વંદના કરશે.

ઉજવણીની તૈયારી પૂર્વે સમાજ અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ યુવાનો દ્વારા જોરશોરથી ઉત્સાહભેર તૈયારી ચાલી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh