Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા ન.પા.નું અંધેર તંત્રઃ
ખંભાળીયા તા. ૧૯: ખંભાળીયામાં એક માસ પહેલા વિજય સિનેમા રોડ પર તેલી નદીની પાસે નવો રોડ બન્યો હોય, ત્યાં ગ્રામ્ય પંથકના લોકો ખરીદી કરવા આવતા હોય, નજીક જ ફળોની હરાજી થતી હોય તથા દુકાનોનો મોટો વિસ્તાર, ભગવતી મીલની દુકાનો, તેલીના પુલ પાસે તથા સિનેમા રોડ પર નજીક કોઈ જાહેર શૌચાલય તથા મુતરડી ના હોય, લાખો રૂપિયાના ખર્ચે શૌચાલય તથા મુતરડી બનાવી છે, છતાં આ સુલભ શૌચાલય ઉદ્ઘાટનની રાહ જુએ છે !! અને બંધ હાલતમાં છે.
ખૂબ જ મોટા વિસ્તારોના વેપારીઓ તથા ગ્રામજનોની અવરજવરવાળા આ વિસ્તારમાં સુલભ શૌચાલય તથા મુતરડીની સવલત તૈયાર છે પણ તેને ખુલ્લુ ન મુકતા નજીકના દુકાનદારો કે લોકો ખુલ્લામાં દીવાલો કે ખાંચામાં લઘુશંકાએ જાય છે !!
સામાન્ય સભામાં ઠરાવ પછી બનેલ આવી સામાન્ય લોકોને ઉપયોગી સવલતોને ચાર ચાર માસ થયા ચાલુ કરવાનું નગરપાલિકાના અધિકારી તથા શાસકપક્ષને ખબર ન પડતી હોય તે પણ યક્ષપ્રશ્ન છે !! કે પછી કટાક્ષમાં લોકો કહે છે કે સુલભ શૌચાલય બનાવ્યા પછી અધિકારી ભૂલી ગયા છે કે આપણે અહીં લોકોપયોગી સવલત બનાવી છે જેની ખુલ્લુ મુકવાનું બાકી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial