Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સરકારી જી.જી. હોસ્પિ.ની અનેક અસુવિધાઓ અંગે રજૂઆત

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અનેક અસુવિધાઓ છે. આ અસુવિધાઓ અંગે બસપાના જિલ્લા પ્રમુખ પ્રેમજીભાઈ સેજુએ જી.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

જી.જી. હોસ્પિટલમાં ડોક્ટરોની અછત છે, ખાલી તમામ જગ્યા પર નિષ્ણાત ડોક્ટરોની ભરતી કરવાની માગણી છે. હોસ્પિટલમાં નિયમિત સફાઈ થતી નથી, જેથી ગંદકી જોવા મળે છે. દર્દીઓના સગા-સ્નેહીજનો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા નથી.

હોસ્પિટલની દવા બારી પર જવાબદાર વ્યક્તિની નિમણૂક કરવામાં આવે અને દર્દીઓને દવા સ્ટીકર લગાડીને ક્યારે કેવી રીતે લેવી તેની જાણકારી આપવાની વ્યવસ્થા કરવાની જરૂર છે. લીફ્ટ અવારનવાર બંધ થઈ જાય છે. આ હોસ્પિટલમાં પૂછપરછની બારી રાખવામાં આવે જેથી દર્દીઓ તથા સગાઓને માહિતી મળી શકે, તેમજ સૂચનો-સમસ્યાઓ અંગે રજિસ્ટર રાખવા તેમણે માંગણી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh