Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જનકલ્યાણ અર્થે યોજાયેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ સંપન્નઃ ભાવિકો જોડાયા

શ્રી બ્રહ્મ અભ્યુદય સેવા સંસ્થા દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરમાં શ્રી બ્રહ્મ અભ્યુદય સેવા સંસ્થા દ્વારા સમસ્ત જનકલ્યાણ અર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં વ્યાસાસને સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર કપિલભાઈ પંડયાએ કથાનું રસપાન કરાવ્યું હતું. આ કથાનું આયોજન પ્રમુખ અનિલભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ મહિલામંડળ અને યુવા ટીમના પ્રયાસોથી થયું હતું. જેમાં વિવિધ પ્રસંગોની ઉજવણીમાં બ્રહ્મ બંધુઓ મુખ્ય યજમાન તથા સહયોગી પોથીમાં લાભ મેળવ્યો હતો. આ ધર્મકાર્યમાં વિવિધ ભાગવત કથાકારો તેમજ ભૂદેવ કર્મકાંડી સમિતિના સભ્યો સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના જામનગર જિલ્લાના પ્રમુખ આશિષભાઈ જોશી તથા સમગ્ર ટીમ તેમજ આ વિસ્તારના કોર્પોરેટર, વિવિધ સત્સંગ મંડળો, દાતાઓ અને મહાદેવ ગ્રુપના મિતેશભાઈ વગેરે આ ધર્મકાર્યમાં જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh