Advertisement
Author: નોબત સમાચાર

હાલમાં જ મોટી દુર્ઘટના સર્જાઈ હતી: તંત્ર કયાં ફિફાં ખાંડે છે ?

                                                                                                                                                                                                      

ધર્મનગરી દ્વારકાની ગોમતી નદીમાં ભાવનગરના બે યુવાનો ડૂબવાની ઘટના તાજી છે આમ છતાં પણ ગોમતી નદીના સંગમ ઘાટ પાસેના જોખમી પ્રવાહના પાણીમાં કે જયાં ભયજનક સપાટીવાળું પાણી હોય ભૂતકાળના બનાવોને જોતાં તંત્ર દ્વારા અહીં ભયજનક સૂચના આપતા સાઈનબોર્ડ ઠેર-ઠેર લગાવ્યા છે, આમ છતાં દિવસમાં બે વખત ભરતી સમયે અહીં જબરદસ્ત કરન્ટ ધરાવતું પાણી વહેતું હોય છતાં પણ તંત્રએ માત્ર બોર્ડ લગાવીને સંતોષ માની લીધો હોય તેમ અને ગઈકાલની તાજી ઘટના પછી પણ ગોમતી ઘાટ પર સિકયોરીટી મોજુદ ન હોય તેમ યુવાનો જોખમી પાણીમાં ધૂબાકા મારતા જોવા મળ્યા હતા. નગરપાલિકા પાસે લાખો રૂપિયાના ખર્ચે વસાવેલ રેસ્કયુ બોટ મહદ્અંશે શોભાના ગાંઠિયા સમાન વણઉપયોગી પડી રહી છે, ત્યારે તંત્ર દ્વારા વર્ષ દરમ્યાન એક પણ અનિચ્છનિય ઘટના ન બને તે માટે નકકર કાર્યવાહી કરવી જરૂરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh