Advertisement
Author: નોબત સમાચાર

ફ્રિઝ-ટેલિવિઝન-સ્માર્ટફોનમાં ભાવો ઘટવાની સંભાવના વધીઃ ભાવોમાં ૫% ઘટાડવાની ઓફર

ટ્રમ્પ ટેરિફ પછી ચીની કંપનીઓ ભારત તરફ ઢળતા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૧: ચીન-અમેરિકા 'વેપાર યુદ્ધ' વકરી રહ્યું છે, અને અમેરિકાએ ટેરિફની તલવાર વિંઝતા ચીની વેપારીઓએ ભારત ભણી નજર દોડાવી છે, અને સસ્તા ભાવે વેંચવા તૈયાર છે, તેમ દેશમાં ઈલોક્ટ્રોનિક્સ વસ્તુઓનના ભાવ ઘટી શકે છે.

ટ્રમ્પના ટ્રિફ યુદ્ધથી ચિંતીત ચીની ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ ઉત્પાદકોએ હવે ભારતીય કંપનીઓ સાથે નવા કરાર માટે વાટાઘાટો શરૂ કરી દીધી છે. આ લોકો કિંમતોમાં પ ટકા ઘટાડો કરવા તૈયાર છે. આ એક મહત્ત્વપૂર્ણ વિકાસ છે. આનું કારણ એ છે કે આ વ્યવસાયમાં નફાનું માર્જિન ફક્ત ૪-૭ ટકાછે. રેફ્રિજરેટર, ટીવી અને સ્માર્ટફોન બનાવતી કંપનીઓ કહે છે કે આનાથી તેમને ર-૩ ટકા સુધી બચત કરવામાં મદદ મળશે. ભારતીય કંપનીઓ પણ ગ્રાહકોને થોડી ઓછી કિંમતો આપી શકે છે. જેનાથી માંગ વધશે. તેવા તારણો અખબારી અહેવાલોમાં રજૂ થયા છે.

ભારતમાં ઉત્પાદિત ઈલેકટ્રોનિક સામાનના ત્રણ-ચતુર્થાંશ ભાગો ચીનથી આવે છે. અમેરિકા અને ચીન વચ્ચેના ટેરિફ યુદ્ધને કારણે ચીની ઉત્પાદકોને ઓછા નવા ઓર્ડર મળી રહ્યા છે. વિશ્વભરમાં સપ્લાય ચેઈન બદલાઈ રહી છે. કારણ કે અમેરિકાએ ચીન પર ૧રપ ટકા સુધીના ટેરિફ લાદ્યા છે. અમેરિકામાં ચીની ઈલેક્ટ્રોનિક સામાનની માંગમાં ઘટાડો થવાને કારણે ઘટકોની માંગ પણ ઘટશે.

ગોદરેજ એન્ટરપ્રાઈઝિસ ગ્રુપના એપ્લાયન્સિસ બિઝનેસના વડા કમલ નંદી કહે છે કે, ચીનમાં કમ્પોનન્ટ ઉત્પાદકો પર દબાણ છે. અમેરિકાથી નિકાસ ઓર્ડરમાં ઘટાડો થવાને કારણે કિંમતો પર ફરીથી વાટાઘાટો કરવામાં આવશે. સુપર પ્લાસ્ટ્રોનિક્સના સીઈઓ અવનીત સિંહ મારવાહ કહે છે કે ચીની કંપનીઓ પણ માલના વધુ ઉત્પાદનને કારણે નુક્સાન સહન કરી રહી છે. મારવાહ કહે છે કે આનાથી હોબાળો મચી ગયો છે. ચીનથી અમેરિકામાં નિકાસ બંધ થઈ ગઈ છે.

ભારતીય કંપનીઓ અને ચીની ભાગો બનાવતી કંપનીઓ ભાવમાં પ ટકા ઘટાડો કરવા માટે વાટાઘાટો કરી રહી છે, જો કે તેમણે કહ્યું કે, ભારતમાં સ્થાનિક માંગ નબળી છે. તેથી કંપનીઓ કેટલીક છૂટ પણ આપી શકે છે. ભારતમાં ચીની સપ્લાયર્સ પણ માંગની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સરકાર ઉત્પાદન-સંલ્ગન પ્રોત્સાહનો, ગુણવત્તા નિયંત્રણ ઓર્ડર અને ઘટકો પર આયાત ડ્યુટી વધારીને દેશમાં માલના ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે.

ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન અનુસાર, ભારત ર૦૩૦ સુધીમાં કમ્પોનન્ટ અને સબ-એસમ્બલી મેન્યુફેક્ટરીંગ સેક્ટરને ૧૪પ થી ૧પપ બિલિયન સુધી વધારવાનું લક્ષ્ય રાખે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh