Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજારમાં તેજીઃ સેન્સેકસમાં ૧૦૦૦ પોઈન્ટનો ઉછાળો

બેન્કીંગ ફાયનાન્સમાં તેજી તથા વિદેશી રોકાણકારોના કમ બેકના કારણે

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૨૧: વિદેશી રોકાણકારોના કમ બેક અને બેન્કીંગ ફાયનાન્સમાં તેજીના કારણે આજે શેરબજારમાં તોફાની તેજી જોવા મળી રહી છે. અને સેન્સેકસે તથા નિફટીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

ભારતીય શેરબજારમાં ઉછાળો ચાલુ છે. ગયા અઠવાડિયે ઝડપી વધારા પછી, સોમવારે પણ બંને સૂચકાંકો ગ્રીન ઝોનમાં ખુલ્યા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરનો સેન્સેક્સ ૫૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૮,૯૦૩.૦૯ પર ખુલ્યો અને થોડા જ સમયમાં તે ૬૦૦ પોઈન્ટથી વધુ વધ્યો, જ્યારે બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૨૩,૯૪૯.૧૫ પર વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું.

શરૂઆતના વેપાર દરમિયાન, બેંકિંગ અને આઈટી શેરોમાં તીવ્ર તેજી જોવા મળી અને એચડીએફસી બેંકથી લઈને એસબીઆઈ સુધીના શેરોમાં તેજી જોવા મળી. આ સાથે, ટેક મહિન્દ્રા અને ઇન્ફોસિસે પણ મજબૂત શરૂઆત કરી. આ લખાય છે, ત્યારે સેન્સેકસ ૬૪૯ તો નીફટી ૧૮૭ પોઈન્ટ અપ છે.

શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ સેન્સેક્સ તેના અગાઉના બંધની સરખામણીમાં ઉછાળા સાથે ૭૮,૯૦૩.૦૯ પર ખુલ્યો અને થોડા જ સમયમાં તે ૬૩૩ પોઈન્ટના વધારા સાથે ૭૯,૨૦૦ ના સ્તરથી ઉપર ટ્રેડ થતો જોવા મળ્યો. એ જ રીતે, નિફ્ટી ઇન્ડેક્સ તેના અગાઉના બંધ ૨૩,૮૫૧ ની સરખામણીમાં ૨૩,૯૪૯.૧૫ પર ખુલ્યો અને ત્યારબાદ સેન્સેક્સની સાથે તેજીમાં વધારો કરવાનું ચાલુ રાખ્યું. ટૂંકા ગાળાના કારોબાર દરમિયાન નિફ્ટીએ પણ ૨૪,૦૦૪ ના સ્તરને સ્પર્શ કર્યો. તે પછી અહેવાલો મુજબ સેન્સેકસમાં ૧૦૦૦ અને નિફટીમાં ૩૦૦ને ઉછાળો જોવા મળી રહ્યો છે.

ગયા સપ્તાહના ગુરુવારે, પાછલા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ-નિફ્ટી પણ મજબૂત વધારા સાથે બંધ થયા હતા. બીએસઈ સેન્સેક્સ ૧૫૦૯ પોઈન્ટ વધીને ૭૮,૫૫૩ પર અને એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ ૪૧૪ પોઈન્ટ વધીને ૨૩,૮૫૧ પર બંધ થયો. તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહના ત્રણ ટ્રેડિંગ દિવસોમાં, બીએસઈ સેન્સેક્સમાં ૩,૩૯૫.૯૪ પોઈન્ટ અથવા ૪.૫૧% નો વધારો નોંધાયો હતો, જ્યારે એનએસઈ નિફ્ટીમાં ૧૦૨૩.૧૦ પોઈન્ટ અથવા ૪.૪૮% નો વધારો થયો હતો.

એફઆઈઆઈએ વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ નબળો પડતાં તેમજ આર્થિક મંદીની ભીતિ વચ્ચે ભારતીય શેરબજારમાં કમબેક કર્યું છે. વિદેશી રોકાણકારોએ છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં કુલ રૂ. ૧૪૬૭૦.૧૪ કરોડની ખરીદી નોંધાવી છે. જેમાં બેન્કિંગ અને ફાઈનાન્સમાં રોકાણ વધતાં શેર્સમાં તેજી આવી છે. બીજી તરફ સ્થાનિક સ્તરે જીડીપી ગ્રોથ મજબૂત રહેવાના સંકેતો, અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સના ભારત આગમનના કારણે ટેરિફ મુદ્દે સમાધાન તેમજ ભારત-અમેરિકા વચ્ચે વેપાર કરારો થવાની સંભાવના વધી છે.  જેની શેરબજાર પર સકારાત્મક અસર જોવા મળી છે.

શેરબજારમાં સાર્વત્રિક સુધારાના માહોલના પગલે રોકાણકારોની મૂડીમાં આજે ૭.૦૬ લાખ કરોડનો વધારો થયો છે. બીએસઈ માર્કેટ કેપ ગુરૂવારે ૪૧૯.૦૬ લાખ કરોડ સામે આજે વધી રૂ. ૪૨૬.૧૨ લાખ કરોડ થયું છે. ૩૩૨ શેરમાં અપર સર્કિટ વાગી છે. ૧૦૦ શેર વર્ષની ટોચે પહોંચ્યા છે.

ખાનગી બેન્કોના મજબૂત ત્રિમાસિક પરિણામો. નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં સુધારો તેમજ આકર્ષક વેલ્યૂએશનના પગલે બેન્કિંગ અને ફાઈનાન્સ શેર્સમાં તેજી જોવા મળી છે. ઈન્ડસઈન્ડ બેન્ક ૫.૩૮ ટકા, યસ બેન્ક ૪.૭૫ ટકા, એક્સિસ બેન્ક ૩.૧૬ ટકા, એસબીઆઈનો શેર ૩.૦૦ ટકાના ઉછાળે ટ્રેડ થઈ રહૃાો છે. પાવર અને એનર્જી શેર્સમાં પણ ખરીદી વધતાં ઈન્ડેક્સ ૧.૮૬ ટકા ૧.૭૧ ટકા ઉછાળ્યો છે. ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ પણ ૨.૦૩ ટકા ઉછાળે કારોબાર થઈ રહૃાો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh