Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોસ્પિટલ અને કોલેજમાં જરૂરી સંસાધનો તથા માનવબળ પૂરું પડાશેઃ આરોગ્યમંત્રી
જામનગર તા. ૨૧: રૂ. ૫૨૫ કરોડના ખર્ચે હોસ્પીટલનું નવું બિલ્ડીંગ તથા ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ થતાં સૌરાષ્ટ્રને ઉચ્ચ આરોગ્ય વિષયક સેવાઓ અને વિદ્યાર્થિનીઓને રહેવાની ઉત્તમ સુવિધા મળશે તેમ જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં યોજાયેલી એક બેઠકમાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પેટેલે જણાવ્યુ હતું.
રાજ્યના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના મંત્રી ઋષિકેશભાઈ પટેલે જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે જામનગર િજિલ્લાના પ્રભારી મંત્રી અને કેબીનેટમંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓ અને ગુરુ ગોવિંદસિંધ હોસ્પિટલના વિવિધ વિભાગોના વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં મંત્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગો, પથારીઓની સંખ્યા, માનવબળ, મહેકમ, હોસ્પિટલની સિદ્ધિઓ, એકેડેમીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિક્યુરિટી / સેફ્ટી, સાધનો, વિવિધ પ્રોગ્રામો, દવાઓની વિગત, સુપર સ્પેશિયાલિટી સેવાઓ, બિલ્ડીંગની વિગતો જેમાં ઓપેડી બિલ્ડીંગ, ૨૦૦બેડ બિલ્ડીંગ, ટ્રોમા બિલ્ડીંગ, ૭૦૦બેડ બિલ્ડીંગ, સર્જરી, ગાયનેક, આઈ.સી.યુ. અને અન્ય આરોગ્ય વિષયક સેવાઓ અંગે વિગતો મેળવી હોસ્પિટલની સેવાઓમાં સુધારો લાવવા માટે આવશ્યક કામગીરી માટે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. તથા જામનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા થઇ રહેલ આરોગ્ય વિષયક સેવાઓ અંગે માહિતી મેળવી હતી.
આ બેઠકમાં મંત્રીએ મેદસ્વિતા મુક્ત અભિયાનના ભાગરૂપે હેલ્થ ચેકઅપ કેમ્પ અને પ્રોગ્રામોનું આયોજન કરવા જણાવ્યું હતું. સમગ્ર હોસ્પિટલ પરિસર તથા હોસ્ટેલમાં સ્વચ્છતાની પુરતી તકેદારી રાખવાની બાબત પર તેઓએ ભાર મુક્યો હતો. જામનગરની જી.જી. હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ આવતા હોય છે તેઓને કોઈ અગવડતાઓ ન પડે અને સરળતાથી તેઓને તમામ પ્રકારની સારવાર મળે તે પ્રકારે કામગીરી કરવા જણાવ્યું હતું. જી.જી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં જરૂરી માનવબળ અને સંસાધનો પુરા પાડવામાં આવશે તેવો હકારાત્મક અભિગમ પણ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
હોસ્પિટલ બિલ્ડીંગ અને એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટેશન યુનિટ અંગે વિગતો આપતા એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન નંદિની દેસાઈ અને જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.દીપક તિવારીએ જણાવ્યું હતું કે, રૂ.૫૨૫ કરોડના ખર્ચે ૧,૪૭,૬૧૭ ચોરસ મીટરમાં તૈયાર થનાર ૮ માળના નવા હોસ્પિટલ બિલ્ડિંગમાં કુલ ૨૦૭૧બેડ, ૨૩૫ આઈસીયુ બેડ, ટ્રોમા સેન્ટર, ઈમરજન્સી વિભાગ, અધ્યતન ઓપેરશન થિયેટર, વિવિધ ઓપીડીઓ, બ્લ્ડબેંક, આઈસીયુ, ઈએનટી વિભાગ, આંખનો વિભાગ, રેડિયોલોજી વિભાગ, માતૃબાળ અને પિડિયાટ્રીક વિભાગ,સર્જરી વિભાગ,મેડીસીન વિભાગ, હાડકાનો વિભાગ, અધ્યતન લેબોરેટરી, દરેક વિભાગના વોર્ડ તથા સુપર સ્પેશ્યાલિસ્ટ વોર્ડ વિગેરે જેવી સુવિધાઓ ઉપબ્ધ થનાર છે. હોસ્પિટલ બિલ્ડિંગ બનતાની સાથે જ વર્તમાન દર્દીઑના ઘસારા અને ભવિષ્યની જરૂરિયાતો પૂરી પાડશે.
આ સિવાય હાલ એમ.પી. શાહ મેડિકલ ગવર્મેન્ટ કોલેજમાં રૂ.૫૪૯૪ લાખના ખર્ચે ૨૮,૪૫૮ ચોરસ મીટર જગ્યામાં ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ થઇ રહૃાું છે. બિલ્ડીંગમાં ૭૦૦ વિદ્યાર્થી-ઓના સમાવેશ સાથેના ૩૫૦ રૂમોના ફર્નીચર સાથેની સગવડ, દરેક રૂમમાં બેડ, સ્ટડી ટેબલ, કબાટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ રીસેપ્શન, સિક્યોરીટી રૂમ, ઓફીસ, કાફે, વોર્ડન ક્વાર્ટસ, લોન્ડ્રી રૂમ, પાર્કિંગ, કાઉન્સેલિંગ રૂમ, કિચન, ડાઈનીંગ એરિયા, લાઈબ્રેરીનો સમાવેશ થાય છે.તથા ડેન્ટલ કોલેજમાં ૧૧,૨૫૮ ચોરસ મીટર જગ્યામાં રૂ.૨૮૨૨ લાખના ખર્ચે હોસ્ટેલનું નિર્માણ થઇ રહૃાું છે.
જામનગરની જી.જી. હોસ્પિટલની સિદ્ધિઓની વાત કરવામાં આવે તો એનએબીએચ સર્ટીફાઈડ બ્લડ બેંક, એનએબીએલ સર્ટીફાઈડ લેબોરેટરી, લક્ષ્ય રી-સર્ટીફીકેશન સમગ્ર દેશમાં પ્રથમ, એનએબીએચ એન્ટ્રી લેવલ સર્ટીફાઈડ હોસ્પિટલમાં સમાવેશ થયો છે. તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ૨૦૨૩-૨૪ ની સરખામણીએ વર્ષ ૨૦૨૪ ૨૫ માં રુ. ૨.૫ કરોડનો વધારો થયેલ છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન બ્લડ બેંક દ્વારા ૧૮૮ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન મારફતે ૧૬૦૭૭ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે.
જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજના હોસ્ટેલમાં અત્યાધુનિક સુવિધાઓ પાડવા બદલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, અર્બન હેલ્થ કમિશનર હર્ષદ પટેલ, રૂરલ હેલ્થ કમિશનર રતન ગઢવી, મેડિકલ એજ્યુ.ના અધિક નિયામક રાઘવન દીક્ષિત, મેડિકલ સર્વિસીસના અધિક નિયામક ડો.તૃપ્તિબેન, પ્રાદેશિક ડેપ્યુટી ડાયરેક્ટર ડો.ચેતન મહેતા, અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર, જી. જી. હોસ્પિટલના વિવિધ વિભાગોના વડા, ડોકટરો વગેરે ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial