Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત
જામનગર તા. ૨૧: રૂપિયા ચાર કરોડથી વધુના ખર્ચે નિર્મિત થનાર નારણપર-ચંગા સી.સી. રોડના કામનું ખાતમુહૂર્ત કરતાં કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલે કર્યું હતું. રોડનું કામ પૂર્ણ થયે ગ્રામજનો માટે જામનગર શહેરનું અંતર ઘટશે તેમજ અસરપરસ આવાગમનમાં સુગમતા થશે.
રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સઉદ્યોગ,ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રૂ.ચાર કરોડથી વધુના ખર્ચે નિર્મિત થનાર નારણપુર-ચંગા સી.સી. રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૃષિ મંત્રીએ જણાવ્યું કે આ વિસ્તારના ગ્રામજનોની વર્ષો જૂની માંગણી સરકારે સ્વીકારી આ રોડનું કામ મંજૂર કર્યું છે. નારણપુર-ચંગા સહિતના ગામો માટે જામનગર શહેર તથા લાલપુર ચોકડી આ રોડના માધ્યમથી વધુ નજીક આવશે અને ગ્રામજનોને અરસપરસ આવાગમન માટે પણ ખૂબ સુગમતા થશે અને શહેર સુધીનું અંતર પણ ઓછું થશે.વધુમાં આ રોડને ડામર રોડના બદલે સી.સી. રોડ બનાવવાનો સરકાર દ્વારા નિર્ણય કરાયો છે જેથી લાંબા સમય સુધી ગ્રામજનોને આ રોડનો લાભ મળતો રહેશે તેમજ વરસાદી પાણી ભરાવા સહિતના અન્ય કોઈ પ્રશ્નો ઉદ્દભવશે નહીં.
ઉલ્લેખનીય છે કે જામનગર તાલુકાના નારણપર ગામને ચંગા ગામ સાથે જોડતો ૫.૮૦ કી.મી.ની લંબાઇનો રસ્તો કાચો હતો.જેથી આ રસ્તા પર ૩.૭૫ મીટર સી.સી.ની કામગીરી કરવા માટે માર્ગ અને મકાન વિભાગ, ગાંધીનગરને આ સી.સી.રોડની કામગીરી કરવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવેલ.જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નારણપરથી ચંગા રોડ પર સી.સી. રોડની કામગીરી કરવા માટે રૂ. ચાર કરોડ જેટલી રકમ મંજુર કરવામાં આવેલ.આ કામમાં જંગલ કટીંગ, માટીકામ, મેટલકામ, સી.સી. રોડ, નાળા પુલિયા તથા રોડ ફર્નીશીંગની કામગીરીની પણ જોગવાઇ કરવામાં આવેલ છે.આ રસ્તાની કામગીરી ૫ૂર્ણ થયે નારણપર, ચંગા તથા આજુ બાજુના ગામોને નવા બનતા રસ્તાનો લાભ મળશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, બાંધકામ સમિતિના ચેરમેન પ્રવિણાબેન ચભાડીયા, આગેવાન સર્વ ડો.વિનુભાઈ ભંડેરી, કુમારપાલસિંહ રાણા, ગિરિરાજસિંહ જાડેજા, ગામના સરપંચો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial