Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમ્મુ-કાશ્મીરના રામબનમાં વાદળ ફાટતા
શ્રીનગર તા. ૨: રામબનમાં વાદળ ફાટતાં તેમાં ફસાયેલા ૫૦ જેટલા ગુજરાતીઓ સુરક્ષિત છે. જેમાં ગાંધીનગરના ૩૦ અને પાલનપુરના ૨૦ મુસાફરો હોવાનું સામે આવ્યું છે. ફસાયેલા તમામ લોકો શ્રીનગરથી બસમાં પરત ફરી રહૃાા હતા તે સમયે રસ્તામાં ફસાયા હતાં. જમ્મુમાં અચાનક વાદળ ફાટયું હોવાને આ પરિસ્થિતિ સર્જાઈ છે રેસ્કયુ ટીમ દ્વારા મોડી રાતે ગુજરાતીઓની જમવા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ છે કે તમામ ગુજરાતીઓને સુપરત લાવીશું.
જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે ભયાનક સ્થિતિ ઊભી થઈ છે. જિલ્લાના અનેક હિસ્સામાં પૂર આવ્યું હોવાથી બે બાળકો સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે. ભારતીય સેના અને -શાસન દ્વારા ફસાયેલા લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવી રહૃાું છે. જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.
આ પરિસ્થિતિમાં ૫૦ જેટલા ગુજરાતી પ્રવાસીઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે. બસમાં ગાંધીનગરના ૩૦ અને પાલનપુરના ૨૦ મુસાફરો હોવાનું સામે આવ્યું છે. જોકે, આ તમામ લોકો સુરક્ષિત છે.
આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાતી પ્રવાસીઓને સુરક્ષિત રીતે અમે પરત લાવીશું.
રેસ્કયુ ટીમ દ્વારા મોડી રાત્રે ફસાયેલા ગુજરાતીઓની જમવા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, જમ્મુ કાશ્મીરના રામબન ખાતે આભ ફાટયું છે અને જેમાં હજારો લોકો ફસાયા છે. તેમાં આપણા ગુજરાતી પરિવાર પણ સામેલ છે. અમે આ ગુજરાતના ૫૦ લોકોને ત્યાંથી બહાર લાવવાના તમામ પ્રયત્નો કરી રહૃાા છીએ. જમ્મુ કાશ્મીર ગૃહ વિભાગ સાથે ગુજરાતના ગૃહ વિભાગે સંકલન કરીને ગુજરાતના પ્રવાસીઓને ત્યાં વ્યવસ્થા મળે તે માટે વાતચીત કરી છે. ગુજરાતનો ગૃહ વિભાગ સંપર્કમાં છે અને ગુજરાતી પ્રવાસીને સુરક્ષિત રીતે અમે ગુજરાતમાં લાવીશું.
જમ્મુ અને કાશ્મીરના રામબનમાં રવિવારે વાદળ ફાટવાની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં રામબન જિલ્લાના નેશનલ હાઈવે નંબર ૧૪ પર ગુજરાતીઓ ફસાયા છે. ત્યારે આ મામલે બનાસકાંઠાના કલેક્ટરે રામબનના કલેક્ટર સાથે વાતચીત કરી હતી. જેને લઈને બનાસકાંઠાના કલેક્ટરે હાલ તમામ ગુજરાતીઓ સુરક્ષિત જણાવ્યું હતું. જ્યારે આ મામલે ગુજરાત પોલીસે જમ્મુ-કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમ અને રામબન એસ.એસ.પી. સાથે સંપર્ક કરી પ્રવાસીઓની માહિતી મેળવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial