Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીઈટી-૨૦૨૪ના ટોપ મેરીટમાં આવેલા
કલ્યાણપુર તા. ૨૧: કલ્યાણપુર તાલુકાના વિદ્યાર્થીઓની સાયન્સ સિટી અમદાવાદની એકસપોઝર વિઝીટ કરાવાઈ હતી.
જિલ્લા પ્રાથમિક પ્રા.શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટની સૂચનાથી અને કલ્યાણપુર તાલુકા પ્રા.શિક્ષણાધિકારી નારાયણભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર તાલુકાના સીઈટી ૨૦૨૪ ના ટોપ મેરીટમાં આવેલ બાળકો માટે વિનામૂલ્યે સાયન્સ સિટી અમદાવાદમાં એક્સપોઝર વિઝીટ યોજાઇ હતી. જેમાં ૨૦૦ થી વધુ બાળકો અને ૧૫ જેટલા શિક્ષકો સહભાગી થયા હતા.
આ વિઝીટને સફળ બનાવવા જિલ્લા પ્રા. શિક્ષક સંઘના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા, બીઆરસી કો. ચેતનકુમાર, બીટ કે. નિ. જીવાભાઈ હાથલીયા તથા શિક્ષકમિત્રો ડી. કે. આહિર, દેવાણંદભાઈ કરમુર, હિરલબેન પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી..
બે દિવસીય એક્સપોઝર વિઝીટમાં વિદ્યાર્થીઓ એ જીસીઈઆરટી ગાંધીનગર, અડાલજની વાવ, અમદાવાદ સાયન્સ સિટી, વગેરેની મુલાકાત લીધી હતી. રાત્રિ રોકાણની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ચાણક્ય ભવનમાં સુવિધાઓ કરવામાં આવી હતી. તમામ બાળકો અને શિક્ષકો એ ખૂબજ ઉત્સાહથી ભાગ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial