Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેલમાં રહેલા મામાની મદદગારીમાં નામ ખૂલશે તેવી ધમકી આપી રૂ. ૧.૫૭ લાખની રોકડ રકમ પડાવી લેવાઈ
જામનગર તા.૨૧ : જામનગરના નવીવાસ વિસ્તારમાં રહેતા એક યુવાન સાથે જામનગર એસઓજી શાખાના પોલીસ ઈન્સ્પેક્ટરના રાઈટર તરીકેની ઓળખ આપી રૂ. ૧ લાખ ૫૭ હજારની છેતરપિંડી કરવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. આ યુવાનના મામા ડ્રગ્સના એક કેસમાં જામનગરની જેલમાં હોય તે કેસમાં આ યુવકને પણ સંડોવી દેવાની ધમકી આપીને તેમજ આરોપીએ પોતાની ઓળખ પોલીસ તરીકેની આપીને આ છેતરપિંડી કરી હતી.
જામનગરના રણજીત રોડ પર આવેલા ખાદીભંડાર સામે નવીવાસમાં રહેતા અને માંડવી ટાવર પાસે દુકાન ચલાવતા મહમદ રિયાન ઈમ્તિયાઝ શેખ નામના યુવાનના મામા મોહસીનભાઈ સતારભાઈ સાટી થોડા સમય પહેલા એનડીપીએસના એક કેસમાં સંડોવાયા પછી જેલ હવાલે થયા હતા.
તેઓને મળવા માટે ક્યારેક ક્યારેક મહમદ રિયાન જેલ પર જતો હતો. તે દરમિયાન આ યુવાનને ગઈ તા.૨૮ માર્ચ પહેલા એક અજાણ્ય વ્યક્તિનો કોલ આવ્યો હતો. આ વ્યક્તિએ પોતે જામનગરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાંથી પી આઈના રાઇટર બોલું છું તેમ કહીને પોતાની ઓળખ આપ્યા પછી તું વારંવાર તારા મામાને જેલમાં મળવા જાય છે અને તેને મદદ કરે છે તેમ કહી ડરાવ્યો હતો. તે પછી આ યુવાનને પોલીસ ઉપાડી જશે તેમ કહી ધમકાવી આ શખ્સે રૂપિયા એક લાખ ઉપરાંતની રકમ ઓનલાઇન પડાવી લીધી હતી.
ત્યારપછી આ અજાણ્ય શખ્સે અમારે એટલે કે પોલીસને મુંબઈના એક શખસને પકડવાનો છે અને તેની પાસેથી ચાર-પાંચ લાખ રૂપિયા લેવાના છે તેમ કહી વાતોની માયાજાળ પાથર્યા પછી રિયાનને મારે અત્યારે રૂપિયા ૫૫ હજાર આપવાના છે, હું હમણાં એક રેસ્ટોરન્ટમાં જમવા આવું છું ત્યારે પૈસા પાછા આપી દઈશ તેમ કહી ફસાવ્યા પછી રૂ. ૫૫૦૦૦ ઓનલાઇન મેળવી લીધા હતા. આમ કુલ રૂપિયા ૧,૫૭,૦૦૦ ગુમાવી ચૂક્યા પછી તપાસ કરાવતા ફોન કરનાર વ્યક્તિ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનો કર્મચારી ન હોવાનું ખૂલ્યું હતું તેથી તેણે પોતાની સાથે ઠગાઈ કરવા અંગે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે અને તેના મોબાઈલ નંબર પોલીસને આપ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial