Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોષણ પખવાડિયાની ઉજવણી
ખંભાળિયા તા. ૨૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાને કુપોષણ મુકત, સ્વસ્થ અને સશકત બનાવવા કલેકટર રાજેશ તન્ના સહિતના અધિકારીઓ થયા સંકલ્પબદ્ધ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જે કાર્યક્રમ ૨૨ એપ્રિલ ૨૦૨૫ સુધી ચાલશે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાનાં અધ્યક્ષસ્થાને 'પોષણ શપથ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૦૮ માર્ચ ૨૦૧૮ના પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દર વર્ષે માર્ચ-એપ્રિલ માસમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરે છે. બેઠકમાં સૌએ પોષણ પખવાડિયા અંગેના શપથ લીધા હતા.
પોષણ પખવાડા- ૨૦૨૫માં જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. ઉપરાંત બાળ તુલા, ગૃહ મુલાકાત, મમતા દિવસ, સ્વચ્છતા જાગૃતિ, મેદસ્વિતા અંગે જાગૃતિ, વૃક્ષારોપણ, મિલેટ અંગે જાણકારી, વાનગી નિદર્શન આ ઉપરાંત પૌષ્ટિક આહાર, તંદુરસ્ત આહાર પ્રથાઓ, વરસાદી પાણી સંગ્રહ વગેરે અંગે સેશન યોજાશે.
આ તકે નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચોબીસા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પૃથ્વીરાજસિંહ ગોહિલ, પ્રોગ્રામ ઓફિસર ડો.ચંદ્રેશ ભાંભી તથા જિલ્લા કક્ષાના અધિકારીઓએ પોષણ પખવાડાના શપથ ગ્રહણ કર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial