Advertisement
Author: નોબત સમાચાર

માંડાસણમાં છત પરથી પટકાઈ પડેલા વૃદ્ધનું માથામાં ઈજા થયા પછી થયું મૃત્યુ

આંખના ઓપરેશનના કારણે સ્પષ્ટ દેખાતું ન હતું:

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૨૦: જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં રહેતા એક વૃદ્ધ ગયા બુધવારની રાત્રે લઘુશંકા કરવા માટે ઉભા થયા પછી છત પરથી પડી ગયા હતા. તેઓને માથામાં ગંભીર ઈજા થતાં સારવારમાં ખસેડાયા હતા જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાં વસવાટ કરતા સામતભાઈ કારાભાઈ મકવાણા નામના સિત્તેર વર્ષના વૃદ્ધ ગયા બુધવારે રાત્રે બારેક વાગ્યે પોતાના ઘરે છત પર નિદ્રાધીન થયા પછી લઘુશંકા કરવા માટે ઉઠ્યા હતા.

આ વૃદ્ધે બુધવાર પહેલાં બેએક દિવસ અગાઉ જ આંખનું ઓપરેશન કરાવ્યું હતું. જેના કારણે સ્પષ્ટ દેખાતું ન હતું અને રાત્રિના અંધારામાં ઉભા થયા પછી તેઓ છત પરથી પડી ગયા હતા. પછડાટના કારણે માથામાં ઈજા થવાથી સામતભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર વ્રજલાલ મકવાણાએ પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh