Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના યુવતીને જામખંભાળિયામાં સાસરિયાઓએ ત્રાસ આપ્યાની રાવ

રસોઈ તથા છોકરા સાચવવા બાબતે પજવણીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: દ્વારકાના એક યુવતીના લગ્ન અઢી વર્ષ પહેલાં ખંભાળિયામાં કરવામાં આવ્યા પછી આ પરિણીતાને પતિ, સાસુ, બે દિયરે રસોઈ તથા છોકરા સાચવવાની બાબતે ત્રાસ આપી પજવતા આ પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દ્વારકા શહેરના ધીંગેશ્વર પાડામાં રહેતા ભારતીબેન ભીખાભાઈ પરમાર (ઉ.વ.ર૭) નામના યુવતીના લગ્ન ખંભાળિયાના વૃંદાવન પાર્કમાં રહેતા સાગર પરસોત્તમભાઈ ચોપડા સાથે અઢી વર્ષ પહેલાં થયા પછી આ પરિણીતાને મેણાટોણા મારવામાં આવતા હતા.

આ પરિણીતાને ગાળો ભાંડી પતિ સાગર, સાસુ પમીબેન, દિયર મેહુલ પરસોત્તમભાઈ, ધનવાન પરસોત્તમભાઈ ચોપડાએ હેરાન કરવા ઉપરાંત તને છોકરા સાચવતા અને રસોઈ બનાવતા આવડતું નથી તેમ કહી ત્રાસ આપતા હોવાથી પિયર પરત ફરેલા ભારતીબેને ગઈકાલે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh