Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ડી.કે.વી. કોલેજને મોડલ કોલેજ તરીકે અપગ્રેડ કરાશે

'નેક'માં ઉત્તર ગ્રેડ ધરાવતી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: એન.એ.એ.સી.માં ઉત્તર ગ્રેડ ધારવતી સૌરાષ્ટ્રની છ સરકારી કોલેજોને અપગ્રેડ કરવામાં આવનાર છે જેમાં જામનગરની ડી.કે.વી. કોલેજનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નેકમાં ઉત્તર ગ્રેડ ધરાવતી રાજ્યની ૨૫ સરકારી કોલેજને આદર્શ (મોડલ) કોલેજ તરીકે અપગ્રેડ કરવા મંજુરી આપવામાં આવી છે. આ યોજના માટે રૂ।. ૫૦ કરોડ મંજુર કરાયા છે. જે અંતર્ગત દરેક કોલેજને રૂ।. ૨ કરોડની ફાળવણી કરવામાં આવશે. જેમાં જામનગરની ડી.કે.વી. કોલેજનો સમાવેશ થાય છે.

આ આદર્શ કોેલેજમાં ડિજિટલ લાયબ્રેરી, ઓડિયો વિઝ્યુઅલ સ્માર્ટ કલાસ અને ઈન્ક્યુલેશન સેન્ટર જેવી સુવિધા ઉપલબ્ધ કરાશે.

નેકમાં સારો ગ્રેડ ધરાવતી સરકારી કોલેજોને હવે મોડેલ બનાવાશે. શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર કોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાત પ્રોજ્ેકટ માટે નોડલ એજન્સી તરીકે કામ કરશે. પસંદ થયેલ તમામા આદર્શ કોલેજોમાં નિર્ધારીત માળખા મુજબ જ બજેટનો ખર્ચ કરવાનો રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh