Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલ તા. ર૧મી જૂને
ખંભાળીયા તા. ર૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલે તા. ર૧-૬-ર૦ર૬ ના ૧રમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાની ઉજવણી ખંભાળીયામાં વ્હેલી સવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કરવામાં આવશે. જેમાં રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, સાંસદ પૂનમબેન માડમ, જિ.પં. પ્રમુખ ગૌરીબેન હાથીયા, સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારીયા, ધારાસભ્યો પબુભા માણેક, મૂળુભાઈ બેરા તથા જિલ્લાના અધિકારીઓ, શાળાના બાળકો, નગરજનો જોડાશે.
ખંભાળીયા તાલુકા/ન.પા.નો કાર્યક્રમ વારોતરીયા કન્યા શાળામાં ભાણવડમાં પુરૂષાર્થ શાળામાં, દ્વારકામાં એનડીએમ સ્કૂલમાં, કલ્યાણપુરમાં એલ.એન. પરમાર શાળામાં, સલાયામાં ન.પા. શાળામાં, ઓખામાં ન.પા. શાળામાં, રાવલમાં એચ.જી.એલ. શાળામાં યોગ દિવસની ઉજવણી થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial