Advertisement
Author: નોબત સમાચાર

કસ્ટમ હાઉસવાળી ઈમારતને આવતીકાલે મશીનથી તોડી પડાશે

શ્રમિક ઘાયલ થતા કામ રોકાવાયુ હતુ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૦: જામનગરમાં જર્જરીત ઈમારતની પાડતોડ સમયે છતનો હિસ્સો માથે પડતા ત્રણ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતાં. આ બનાવ પછી શહેરમાં કુલ બે સ્થળે પાડતોડ અટકાવી દેવામાં આવી છે.

જેમાં આજથી એકનું કામ પુનઃ શરૂ કરાયું છે, જ્યારે બીજા માટે હવે મોટી મશીનરીથી આવતીકાલે કામગીરી કરવામાં આવશે.

જામનગર શહેરમાં અતિજર્જરીત ઈમારતો તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. જેમાં પ્રથમ ગીતા લોજ બિલ્ડીંગની પાડતોડ શરૂ કરયા પછી જુના કસ્ટમ હાઉસવાળી ઈમારતની પાડતોડ દરમિયાન છતનો હિસ્સો તૂટી પડતા ત્રણ શ્રમિકો તેના કાટમાળ નીચે દટાઈ જતા તેમને ઈજા પહોંચી હતી. અને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતાં.

આ પછી પાડતોડ કામગીરી અટકાવી દેવામાં આવી હતી. આ પછી આજથી ગીતા લોજવાળી ઈમારતમાં પુનઃ પાડતોડ કામગીરી શરૂ કરવામાં આવી છે.

જ્યારે કસ્ટમ હાઉસવાળી ઈમારતમાં હવે હીટાચી મશીનથી પાડતોડ કરવાનો નિર્ણય લેવાયો છે. આવતીકાલે આ વિસ્તારમાં ટ્રાફિકની અવરજવર બંધ કરવાશે. પાવર સપ્લાય પણ બંધ કરાવાશે. આ પછી એક જ દિવસમાં મશીનરીથી ડીમોલીશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh