Advertisement
Author: નોબત સમાચાર

મહોર્રમ પર્વ નિમિત્તે ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક

બંને સમાજના અગ્રણી, નગરસેવકો ઉપસ્થિતઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં આગામી મહોર્રમના તહેવાર નિમિત્તે કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે માટે ગઈકાલે સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. તાજીયાના પરવાનેદારો, રાજકીય આગેવાનો તથા હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ, નગરસેવકો, વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ તહેવારોમાં ધર્મ વિશે અપમાનજનક પોસ્ટ કરનાર શખ્સો સામે કડક કાર્યવાહીનો પોલીસ દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ વેળાએ ઈન્ચાર્જ પીઆઈ એન.એમ. ગઢવી, ટ્રાફિક શાખાના પીઆઈ ચૌધરી સહિતના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh