Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૂનના અંતિમ સપ્તાહમાં ગોલ્ડ માધ્યમનું થશે ઉદ્ઘાટન
જામનગર તા. ૨૦: આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં ઈટ્રા જામનગર દ્વારા યોગ માટે વૈવિધ્યસભર સંયોગ સર્જાયો છે, અને ૪.૫ હજારથી વધુ લોકોને યોગાભિમુખ કરાયા છે. અને શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાયા છે.
સમગ્ર વિશ્વમાં સોનાની વધતી માંગ અને આકાશને આંબતી કિંમતો વચ્ચે ભારતમાં સોનાનો એક મોટો ખજાનો હાથ લાગ્યો છે. દક્ષિણ ભારતના રાજ્ય આંધ્રપ્રદેશના કુર્નુલ જિલ્લામાં આવેલા જોન્નાગિરી ગામમાં અંદાજે પ૦ ટન સોનાનો ભંડાર હોવાની પુષ્ટિ થઈ છે. આ મોટી શોધ પછી આંધ્રપ્રદેશ આગામી થોડા જ વર્ષોમાં દેશમાં સોનાનો સૌથી મોટો સપ્લાયર પક્ષ બનીને ઉભરી શકે છે. આનાથી દેશમાં ન માત્ર સોનાનું સ્થાનિક ઉત્પાદન વધશે, પરંતુ સોનાની આયાત પર ભારતની નિર્ભરતા પણ ઘણી ઓછી થશે.
માઈન્સ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમાર મીણાએ એક પત્રકાર પરિષદમાં આ અંગેની મહત્ત્વની વિગતો શેર કરી હતી. તેમણે જણાવ્યું કે, એકલા જોન્નાગિરીમાં જ અંદાજે પ૦ ટન સોનું મોજુદ હોવાનો અંદાજ છે. સ્થાનિક બજારમાં આ સોનાની અંદાજિત કિંમત આશરે રૂ।. ૭,પ૦૦ કરોડથી લઈને રૂ।. ૯,૦૦૦ કરોડની વચ્ચે હોવાનું માનવામાં આવે છે.
લગભગ એક દાયકા પહેલા આ ગામમાં માઈનિંગ માટે ૧,પ૦૦ એકર જમીન ફાળવવામાં આવી હતી. હાલમાં માત્ર પ૦૦ એકર જમીન પર જ ખોદકામ અને સંશોધન થયું છે, જેમાંથી ૧૩ ટન સોનાનો અંદાજ મળ્યો છે અને બાકીની ૧,૦૦૦ એકર જમીન પર શોધખોળ થતા આ આંકડો પ૦ ટન સુધી પહોંચી જશે. ચાલુ મહિનાના અંતમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ આ જોન્નાગિરી ગોલ્ડ માઈનિંગ પ્રોજેક્ટનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરીને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial