Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોતાના ઘરમાં ચૂંદડી વડે ખાઈ લીધો ગળાફાંસોઃ
જામનગર તા. ૨૦: જામજોધપુર તાલુકાના મેથાણ ગામમાં વસવાટ કરતા એક યુવતીએ ગઈકાલે સવારથી બપોર સુધીમાં કોઈ અકળ કારણથી પોતાના ઘરમાં ચૂંદડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો છે. પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
જામજોધપુર તાલુકાના મેથાણ ગામમાં રહેતા કિરણબેન રસીકભાઈ બાબરીયા નામના યુવતીએ ગઈકાલે સવારે પોતાના ઘરે કોઈ અકળ કારણથી પંખામાં ચૂંદડી બાંધી ગાળીયો બનાવ્યા પછી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની બપોરે બારેક વાગ્યે અન્ય વ્યક્તિઓને જાણ થતાં કિરણબેનને નીચે ઉતારી સારવાર માટે જામજોધપુરના આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવતીને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. રાજીબેન દાનાભાઈ બાબરીયાએ પોલીસને જાણ કરી છે. શેઠવડાળાના પીઆઈ વી.એસ. પટેલે અપમૃત્યુ અંગે નોંધ કરી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial