Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયા નજીક નંદાણા પાસે પુલ નજીક ટ્રકનું ગોથું: ઘવાયેલા ચાલકનું થયું મૃત્યુ

બુધવારે રાત્રે સર્જાયો હતો અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: ખંભાળિયાથી ભાટીયા વચ્ચેના ધોરીમાર્ગ પર નંદાણા નજીકના પુલીયા પરથી ગુરૂવારે રાત્રે દસેક વાગ્યે એક ટ્રક કોઈ કારણથી તેના ચાલકના કાબૂ બહાર ગયા પછી ગોથું મારી ગયો હતો. આ અકસ્માતમાં ઘવાયેલા ટ્રક ડ્રાઈવરનું મૃત્યુ નિપજ્યું છે.

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના ભરતભાઈ જીવાભાઈ કણઝારીયા નામના યુવાન ગયા ગુરૂવારે રાત્રે દસેક વાગ્યે જીજે-૩૭-ટી ૬૭૩૦ નંબરનો ટ્રક લઈને નંદાણાથી ભાટીયા તરફ આવી રહ્યા હતા.

તેઓ જ્યારે એક પેટ્રોલપંપ પાસે પુલ નજીક પહોંચ્યા ત્યારે કોઈ રીતે તેઓના કાબૂ બહાર ગયેલો ટ્રક પુલની બાજુમાં ગોથું મારી ગયો હતો. આ અકસ્માતમાં માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા ભરતભાઈનું મૃત્યુ નિપજ્યું છે. કલ્યાણપુર પોલીસે દિનેશભાઈ જીવાભાઈ કણઝારીયાનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh